કામાવિરા પ્રા.શાળાના શિક્ષક તાલુકા “શ્રેષ્ઠ શિક્ષક” તરીકે સન્માનિત થયા:

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

કામાવિરા પ્રા.શાળાના શિક્ષક તાલુકા “શ્રેષ્ઠ શિક્ષક” તરીકે સન્માનિત થયા:

ગરબાડા તાલુકાની કામાવિરા પ્રા.શાળામાં ૨૦૧૪થી ફરજ બજાવતા કર્મનિષ્ઠ શિક્ષકશ્રી ગોવિંદભાઈ પ્રજાપતિની સમગ્ર વર્ષ દરમિયાન શાળા શિક્ષણકાર્ય,શિક્ષણમાં નવીનતમ પ્રયોગો તથા સામાજિક ક્ષેત્રે સમુદાયના બાળકોને વૈજ્ઞાનિક ઢબે શિક્ષણ આપીને ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ વિધાનસભાના માન. દંડક શ્રી રમેશભાઈ કટારા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા.આ પ્રસંગે શાળાના સ્ટાફ મિત્રોએ હાજરી આપેલ.આ એવોર્ડ માટે ગોવિંદભાઈએ શિક્ષણ વિભાગનો આભાર પ્રગટ કરી,શાળા પરિવારના સ્ટાફ મિત્રો તથા બળદેવો ને આ એવોર્ડ અર્પણ કરેલ છે.

Share This Article