રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના આરોગ્ય કચેરી ખાતે ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી
આરોગ્ય કચેરીએ 32 જેટલા ટીબીના દર્દીઓને કીડ વિતરણ કરાયા:આરોગ્ય અધિકારી એઆર ડાભી દ્વારા પોષક કીટનું વિતરણ
મન: શ્રુતિ ચેરી ટેબલટ્રસ્ટ વડોદરા અને ONGC કંપની સહયોગ થી આયોજન કરવામાં આવ્યું
ગરબાડા તા.02

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 2 સપ્ટેમ્બર ના રોજ ગરબાડા તાલુકા ની આરોગ્ય કચેરી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એ આર ડાભી ની અધ્યક્ષતામાં મન: શ્રુતિ ચેરી ટેબલટ્રસ્ટ વડોદરા અને ONGC કંપનીના સહયોગથી ગરબાડા તાલુકાના 32 જેટલા ટીબીના દર્દીઓને ગરબાડા તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર એ આર ડાભી ના હસ્તે પોષણ કીટ આપવામાં આવી હતી જેમાં તાલુકા ટીબી ટ્રીટમેન્ટ સુપર વાઈઝર ભાવેશભાઈ નિનામાં તાલુકા લેબ સુપર વાઈઝર ભીમભાઈ નલવાયા તેમજ ICTC અમરસિંગભાઈ અમલિયાર ઉપસ્થિત રહ્યા હતા.
