રાહુલ ગારી, ગરબાડા
જેસાવાડા ના પોલીસ જવાન નું સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનપત્ર એનાયત કરાયું
પ્રાપ્ત માહિતી અનુસાર આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઇ હતો જેમાં ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોસ્ટેબલ રાહુલભાઈ નવલસિંહ પરમાર નું 15 મી ઓગસ્ટ ના રોજ સારી કામગીરી બદલ દાહોદ ના ( DDO) જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી દ્વારા તેમને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ વેળાએ દાહોદ જિલ્લા કલેકટર હર્ષિત ગોસાવી દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ દાહોદ જિલ્લા એ સપી બલરામસિંહ મીણા એ એસ પી જગદીશ બાગરવા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
