
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ માં વરસાદથી જમીન ધોવાતા રસ્તો બંધ કરવો પડ્યો
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે વરસાદને કારણે રસ્તા નીચેની જમીન ધોવાઇ જતાં ગામતળમાં જતો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી . રસ્તો નીચેથી પોલો થઇ જતાં તે ધસી પડવાની દહેશતને કારણે વાહનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો . નલ સે જલનીકામગીરી દરમિયાન રસ્તાની આરપાર પાઇપો કાઢવામાં આવી હતી ત્યારે આ રસ્તા નીચેની માટી કેમ વરસાદ સામે ટકી નહીં શકી તે તપાસનો વિષય બન્યો છે . ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે નલ સે જલની કામગીરી દરમિયાન રસ્તા નીચે ખોદકામ કરીને પાઇપ લાઇન કાઢવામાં આવી હતી . ત્યારે રાતન સમયેપડેલા વરસાદને કારણે રસ્તા નીચેની માટી જ ધસી ગઈ હતી . જામ્બુઆથી ઝરીબુઝર્ગ ગામતળમાં જવાના રસ્તા ઉપર આ ઘટના બની હતી . આ રસ્તેથી દિવસ દરમિયાન સંખ્યાબંધ ફોર વ્હીલ અને રિક્ષાઓ પસાર થયા છે . ત્યારે રસ્તેથી પસાર થતી વખતે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે હાલમાં વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો .