ગરબાડામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી સંસ્થાઓમાં એન્ટી લારવા અંગે કામગીરી કરાઈ 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

ગરબાડામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી સંસ્થાઓમાં એન્ટી લારવા અંગે કામગીરી કરાઈ 

પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ગરબાડા PHC મીનાક્યાર ની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગરબાડા તાલુકાની તમામ સરકારે સંસ્થા માં જઈને એન્ટીલાર્વાલ ની કામગીરી કરવામાં આવી હતી જેમાં ગરબાડા પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી તાલુકા પંચાયત ગરબાડા કોર્ટ SBI ગરબાડા,પશુ દવાખાને જઈને બિનજરૂરી પાણી ભરેલા તમામ પાત્રો ખાલી કરાવ્યા હતા અને વરસાદી પાણી ના ભરાય તેવી જગ્યાએ મુકાવેલ અને દરેક સંસ્થામાં ડેન્ગ્યુ મલેરિયા વિશે IEC કરેલ અને રોગો ની સમજ આપવામાં આવી હતી આ સર્વેનું આયોજન ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અશોક ડાભી તથા મીનાક્યાર મેડિકલ ઓફિસર ડો. રઘુનાથ બારીયા દ્વારા કરવામાં આવેલ અને આ સર્વે નું સુપરવિઝન તાલુકા મેલ સુપરવાઇઝર કેસી કટારા, તાલુકા મલેરીયા સુપરવાઇઝર ગોવિંદભાઈ સોની તેમજ MPHW તેજસ ધરમાણી અજય પરમાર ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું અને આ સર્વેમાં આશા વર્કર બહેનો પણ હાજર રહ્યા હતા

Share This Article