ગરબાડામાં શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા મામલતદારને આવેદન…

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

 

ગરબાડામાં શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા મામલતદારને આવેદન…

 

ગરબાડા.તા,૨૫

મામલતદાર કચેરી ગરબાડા ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યો

 

ગરબાડા તાલુકાની મામલતદાર કચેરી ખાતે મામલતદાર અનીલ જાદવને ગરબાડા તાલુકાના શિક્ષિત અને બેરોજગાર યુવાનો દ્વારા ભીલોઇ માં આવેલ સરકારી ગૌચરણ સર્વે નંબર 533 માં થયેલા દબાણની સ્થળ તપાસ થવા અને સ્પોર્ટ ગ્રાઉન્ડ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં બેરોજગાર શિક્ષિત યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભિલોઇ ગામ ખાતે આવેલ સરકારી ખુલ્લો ગૌચરણ સર્વે નંબર 533 માં બેરોજગાર યુવાનો દ્વારા સરકારી નોકરી મેળવવા હેતુથી આ સર્વે નંબરમાં લાંબી દોડ કરવાની તાલીમ તથા રમત ગમત જેવી શારીરિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવા અને બે વર્ષ અગાઉ મેદાનમાં પ્રેક્ટિસ કરવા પોતાના સ્વ ખર્ચે મેદાનની જીસીબી મંગાવી ખાડા ટેકરા પુરાવી માત્ર સરખું કર્યું હતું અને ત્યાં પ્રેક્ટિસ કરતા હતા તે દરમિયાન ત્યાંથી પાંચ ઉમેદવારો પ્રેક્ટિસ કરીને પોલીસની ભરતીમાં નોકરી લાગ્યા અને હાલમાં આજુબાજુના ખેડૂતો દ્વારા આ ગૌચરની જમીનમાં ખુલ્લેઆમ દબાણ કરવામાં આવ્યું છે અને જે દબાણની સરકાર દ્વારા તપાસ કરવામાં આવે અને ગૌચરણ ની જમીન માંથી ખાલી કરાવી અને સ્પોર્ટ ગ્રાઉન્ડ બનાવી આપવામાં આવે તેમજ આજુબાજુ કોઈ એવું મેદાન નથી કે કસરત કરવાની કે રમત ગમત જેવી પ્રવૃત્તિઓની પ્રેક્ટિસ કરી શકાય જેમાં ગરીબ આદિવાસી શિક્ષિત બેરોજગાર યુવાનો આ જમીનને મેદાન તરીકે ઉપયોગ કરી સરકારશ્રીની નોકરી મેળવવાની તીવ્ર હરીફાઈમાં ભાગ લઈ પોતાનું ભાવી ઉજ્જડ કરીએ તેવા ઉમદા હેતુ સાથે ગરબાડા મામલતદાર અનિલ જાદવ તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ તેમજ ગ્રામ પંચાયતના તલાટી ને આવેદનપત્ર આપી વહેલી તકે આનું નિરાકરણ લાવવા માટે અને સ્પોર્ટ ગ્રાઉન્ડ બનાવવામાં આવે જે તે આદિવાસી યુવાનોને આ ગ્રાઉન્ડનો લાભ મળી રહે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો

 

 

Share This Article