રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના સાહડા ગામે બોલેરો ગાડીએ બાઈક ને અડફેટે લેતા એક નું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત:એક ઈજાગ્રસ્ત…
ગરબાડા તાલુકાના સાહડા ગામે બોલેરો ગાડીના ચાલકે બે બાઇક ચાલકને અડફેટે લેતાં એક બાઈક ચાલક નું કમકમાટી ભર્યું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના સાહડા ગામે દાહોદ ગરબાડા હાઇવે પર બોલેરો ગાડીના ચાલકે બોલેરો ગાડી ની આગળ જતી બે બાઇક ચાલકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમાં એક બાઈક ચાલક નું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની માહિતી પ્રાથમિક તબક્કે મળી રહી છે
ગરબાડા તાલુકાના સાહડા ગામે બોલેરો ગાડીનો ચાલક પૂરપાટ ઝડપે હંકારી જઈ રહ્યો હતો ત્યારે તેની આગળ જઈ રહેલ બે બાઇક ચાલકને અડફેટે લેતા બંને બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાઇક બંને બાઇક ચાલકને ૧૦૮ મારફતે સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં એક બાઈક ચાલક નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત ની જાણ ગરબાડા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
