નળવાઇમાં સરકારી અનાજ ગોડાઉનમાંથી કઠોળ, ખાંડના કટ્ટા અને તેલના ડબ્બાની તસ્કરી

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

નળવાઇમાં સરકારી અનાજ ગોડાઉનમાંથી કઠોળ, ખાંડના કટ્ટા અને તેલના ડબ્બાની તસ્કરી

તસ્કરો 79,627 રૂપિાયનું કઠોળ ખાંડ અને તેલ ચોરી કરી ગયા : અન્ચાર્જ ડેપોમેનેજરે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ગરબાડા.ગરબાડાના નળવાઇ ગામે સરકારી અનાજના ગોડાઉને નિશાન બનાવી લોખંડની બારીની જાળી તોડી અંદર પ્રવેશ કરી ખાંડની બોરી, તેલના ડબ્બા, ચણાના કટ્ટા, તુવેરની દાળ, મળી કુલ 79,627 રૂપિયાના અનાજ તેલના જથ્થાની ચોર તસ્કરો ચોરી કરી લઇ નાસી ગયા હતા. આ સંદર્ભે ઇન્ચાર્જ ડેપો મેનેજરે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ગરબાડા તાલુકાના નળવાઇ ગામે આવેલા સરકારી અનાજ ગોડાઉનને ગતરાત્રે ચોર તસ્કરોએ નિશાન બનાવી લોખંડની બારીની જાળી તોડી અંદર પ્રવેશ કરી ગોડાઉનમાં મુકી રાખેલા કઠોળ, ખાંડના કટ્ટા અને તેલના ડબ્બાની ચોરી કરી ગયા હતા. જેમાં 9900 રૂપિયાની 50 કિલોની આંખડની 9 બોરી, 51282 રૂપિયાના કપાસીયા તેલના 15 ડબ્બા, 2250 રૂપિયાના ચણણા 3 કટ્ટા, 13,000 રૂપિયાના તુવેરદાળનો 13 કટ્ટા, 2163 રૂપિયાનો તુવેરદાળ એમડીએમ એક કટ્ટો, 1032 રૂપિયાનો આઇસીડીએસ તુવેરદાળનો 1 કટ્ટો મળી કુલ 79,627 રૂપિયાના કઠોળ, ખાંડ અને તેલના ડબ્બા ચોરી કરી નાસી ગયા હતા. ઇન્ચાર્જ ડેપોમેનેજર નિશાબેન અમરતભાઇ કટારા તથા ઓપરેટર ઉમેશભાઇ રામસીંગભાઇ પરમાર ગોડાઉને આવી દરવાજો ખોલતાં બારીના સળીયા તુટેલા જોવા મળતા ગોડાઉનમાં તપાસ કરતાં ચોરી થઇ હોવાનું જણાયુ હતું. આ સંદર્ભે ઇન્ચાર્જ ડેપો મેનેજરે અજાણ્યા ચોરો વિરૂદ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Share This Article