ગરબાડા:ઈમરજન્સી 108ના કર્મચારીઓએ પ્રામાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું:માર્ગ અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્તો પાસેથી મળેલ 50 હજારની રોકડ સાહિતની ચીજ વસ્તુઓ પરત કરી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા:ઈમરજન્સી 108ના કર્મચારીનું પ્રામાણિકતાનું ઉદાહરણ: માર્ગ અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્તો પાસેથી મળેલ 50 હજારની રોકડ સાહિતની ચીજ વસ્તુઓ પરત કરી..

ગરબાડા તા.18

ગરબાડા તાલુકામાં વરમખેડા નજીક ખાનનદીના પુલ નજીક બનેલી અકસ્માતની ઘટનામાં 108 ના કર્મચારીએ  પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડી અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીના પરિવારજનોને બોલાવી રોકડ રકમ સહીતની ચીજ વસ્તુઓ પરત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રિના સમય ગરબાડા તાલુકાના  ખાન નદીના પુલ નજીક અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલકને ટક્કર મારી સર્જાયેલા અકસ્માતમાં બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.જેને ૧૦૮ મારફતે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીના ખિસ્સામાંથી મળી આવેલ પચાસ હજાર રૂપિયા રોકડા તથા તેના ખિસ્સાના પાકીટમાંથી 690 તથા ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અને ગાડી ની આર.સી.બુક અને રૂપિયા મળી આવી હતી.જેમા 108 ના EMT ( વિપુલભાઈ હઠીલા ) થતા 108 ના પાયલોટ ( ભરતભાઈ પરમાર ) દ્વારા પરિવાર જનો સીધો સંપર્ક કરીને મૃતક પાસેથી મળી આવેલ પચાસ હજાર રૂપિયા રોકડા અને પાકીટ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અને ગાડી ની આરસીબુક ગરબાડા પાંચવાડા પીએચસી ખાતે બોલાવી 108 ના કર્મચારીઓ ની હાજરી માં પરત આપી ને એક ઉમદા સર્વશ્રેષ્ઠ પ્રામાણિકતાન ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Share This Article