રાહુલ ગારી, ગરબાડા
ગરબાડામાં સ્થાનિક તંત્ર દ્વારા સરકારી નાણાંનો દુરુપયોગ
આમ તો ગરબાડા ગામ ના તળાવની આસપાસ મહિલાઓને કપડાં ધોવા માટે અનેક ઘાટ આવેલ છે સ્થાનિક તંત્ર દ્વારા તેની નિયમિત સફાઈ કરવાની પણ તસ્દી લેવામાં આવતી નથી જે એક કડવું સત્ય છે તેમ છતાં હાલમાં થોડા સમય પહેલાં જ રામદેવપીર ના મંદિર ની પાસે લાખો રૂપિયા નો નો ખર્ચ કરીને નવીન ઘાટ બનાવવામાં આવ્યો જેનો આજદિન સુધી ઉપયોગ થયો નથી પરિણામે હાલમાં આ ઘાટ ગંદકીથી ખદબદી રહ્યો છે સ્થાનિક તંત્ર સારી રીતે જાણે છે કે ક્યાં આગળ કઈ વસ્તુ બનાવાય તેમ છતા નવીન ઘાટ બનાવવામાં આવ્યો છે જે જોતાં એમ લાગી રહ્યું છે કે સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જ્યાં જ જે વસ્તુની જરૂર હોય ત્યાં તે કામ થાય તો તે યોગ્ય છે
