Friday, 29/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં મહિલા અત્યાચારોના બનાવો યથાવત.. ફતેપુરા તાલુકાના ઘૂઘસમાં વાસના ભૂખ્યા વરૂએ મહિલાની લાજ લૂંટવાનો કર્યો પ્રયાસ:5 વ્યક્તિઓ જોડે મળી બે વર્ષીય બાળકનું અપહરણ કરી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

July 17, 2021
        1090
દાહોદ જિલ્લામાં મહિલા અત્યાચારોના બનાવો યથાવત..  ફતેપુરા તાલુકાના ઘૂઘસમાં વાસના ભૂખ્યા વરૂએ મહિલાની લાજ લૂંટવાનો કર્યો પ્રયાસ:5 વ્યક્તિઓ જોડે મળી બે વર્ષીય બાળકનું અપહરણ કરી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં મહિલા અત્યાચારોના બનાવો યથાવત..

ફતેપુરા તાલુકાના ઘૂઘસમાં વાસના ભૂખ્યા વરૂએ મહિલાની લાજ લૂંટવાનો કર્યો પ્રયાસ:5 વ્યક્તિઓ જોડે મળી બે વર્ષીય બાળકનું અપહરણ કરી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લામાં મહિલા પરના અત્યાચારોમાં જાણે વધારો થઈ રહ્યો તેમ લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલાં જ ધાનપુરના ખજુરી અને દેવગઢ બારીઆમાં મહિલા અત્યાચારના બનેલા બે બનાવોનો સાહી હજુ સુકાઈ નથી ત્યારે ફરી મહિલા પરના અત્યાચારનો બનાવ સામે આવ્યો છે જેમાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે એક પરણિત મહિલાના ઘરમાં એક નરાધમ ઘુસી જઈ પરણિતાની ખેંચતાણ કરી વિભિત્સ માંગણી કરી હતી. આ માંગણી પરણિતાએ ન સંતોષતાં નરાધમે પોતાની સાથે ૦૫ જેટલા ઈસમો સાથે લઈ મહિલાના ઘરે આવ્યો હતો અને પરિણિતાની ૦૨ વર્ષીય માસુમ બાળાને આ ઈસમોએ અપહરણ કરી લઈ નાસી ગયાં બાદ જાે પોલીસમાં ફરિયાદ આપીશ તો મારી નાંખીશું અને ગામમાં રહેવા નહીં દઈએ તેવી ધમકીઓ આપતાં જિલ્લામાં ફરીવાર આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામમાં મહિલા ઉપરના અત્યાચારના ધ્રૃણાસ્પદ બનાવને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. સૌ કોઈએ આ ઘટનાને વખોડી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆતો પણ કરી હતી. આ ઘટનાને પડઘા ગાંઘીનગર સ્થિત મુખ્યમંત્રી રૂપાણી, ગૃહમંત્રી સહિત ડીજીપીના ધ્યાને આવતાં તેઓ પણ આ ઘટનાને સંબંધિ કાયદેસરની કડક કાર્યવાહી કરવા દાહોદ જિલ્લા પોલીસને આદેશો કરી દીધાં હતાં ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર અને એસપી દ્વારા આ ઘટનાનમાં ઘણા સંડોવાયેલ લોકોની ધરપકડ કરી જેલના સળીયા પાછળ આરોપીઓને ધકેલી દીધાં છે. દાહોદ જિલ્લામાં મહિલાની સુરક્ષા જળવાઈ રહે તેમ માટે દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા સુરક્ષા સમિતિઓની રચના પણ કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટી માન્યતાઓ અને અંધશ્રધ્ધાને પગલે મહિલાઓ અવાર નવાર અત્યાચારનો ભાગે બનતી રહી છે.

ગત તા.૧૫મી જુલાઈના રોજ સાંજના ૦૬ વાગ્યાના આસપાસ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં રહેતી એક ૨૩ વર્ષીય પરણિતા પોતાના ઘરે હતી. આ દરમ્યાન ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે ખુંટા ફળિયામાં રહેતો આનંદભાઈ મલજીભાઈ પારગી પરણિતાના ઘરે આવ્યો હતો અને પરણિતાની ખેંચતાણ કરી બિભિત્સ માંગણી કરી હતી. પરણિતાએ આ આનંદભાઈની બિભિત્સ માંગણી ન સ્વિકારતાં આવેશમાં આવેલ આનંદભાઈએ પોતાની સાથે પોતાના જ ગામમાં રહેતાં અન્ય ઈસમો પ્રકાશભાઈ ઉર્ફે પરતેશભાઈ હકરાભાઈ પારગી, પપ્પુભાઈ ચીમનભાઈ પારગી, સંદિપભાઈ ખીમાભાઈ પારગી અને મલજીભાઈ સવજીભાઈ પારગીને સાથે લાવી પરણિતાના ઘરે આવ્યો હતો અને પરણિતાની ૦૨ વર્ષીય બાળાને મારી નાંખવાની ધમકી આપી હતી અને મલજીભાઈ સવજીભાઈ પારગીએ પરણિતાને કહેલ કે, પોલીસમાં ફરિયાદ આપીશ તો તને ગામમાં રહેવા નહીં દઈએ, ગામમાં રહેવું તને ભારે પડી જશે તેમજ કહી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ સંબંધે પરણિતાએ ઉપરોક્ત પાંચેય ઈસમો વિરૂધ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!