Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા-સંજેલી તાલુકામાં”નલ સે જલ યોજના”ની સ્થાનિક વહીવટી તંત્ર-કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી તકલાદી કામગીરી:પ્રજાને પાણી મળે તે પહેલા જ જોવાતા હાડપિંજરો..!?

March 4, 2023
        2715
ફતેપુરા-સંજેલી તાલુકામાં”નલ સે જલ યોજના”ની સ્થાનિક વહીવટી તંત્ર-કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી તકલાદી કામગીરી:પ્રજાને પાણી મળે તે પહેલા જ જોવાતા હાડપિંજરો..!?

બાબુ સોલંકી,સુખસર 

 

 

ફતેપુરા-સંજેલી તાલુકામાં”નલ સે જલ યોજના”ની સ્થાનિક વહીવટી તંત્ર-કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી તકલાદી કામગીરી:પ્રજાને પાણી મળે તે પહેલા જ જોવાતા હાડપિંજરો..!?

 

ફતેપુરા તાલુકાના કેટલાક ગામડાઓમાં યોજના પાછળ કરવામાં આવેલ કરોડો રૂપિયા એળે ગયા હોવાના યોજનાની શરૂઆત થાય તે પહેલાજ અણસાર.!

 

સંજેલીમાં”નલ સે જલ યોજના”ની વેઠ ઉતાર કામગીરી કરી ગયેલા કોન્ટ્રાક્ટરના બિલના નાણા સ્થગિત કરવા રજૂઆત કરાઇ.

ફતેપુરા-સંજેલી તાલુકામાં"નલ સે જલ યોજના"ની સ્થાનિક વહીવટી તંત્ર-કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી તકલાદી કામગીરી:પ્રજાને પાણી મળે તે પહેલા જ જોવાતા હાડપિંજરો..!?

 

સુખસર,તા.04

 

 

         દાહોદ જિલ્લાના ફતેપુરા- સંજેલી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના લોકોને પીવાના પાણીની પડતી મુશ્કેલી દૂર કરવા જળ જીવન મિશન યોજના અંતર્ગત”ઘર ઘર નલ,ઘર ઘર જલ”ના ઉદ્દેશ સાથે “નલ સે જલ યોજના”ની કરોડો રૂપિયાના ખર્ચે શુભ શરૂઆત કરવામાં આવી હતી.ત્યારે જે લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડતા હતા તેઓમાં ખુશીની લહેર ફરી વળી હતી.જો કે સરકારે સારા ઉદ્દેશ સાથે આ યોજનાની શરૂઆત કરી હતી.જે આવકાર દાયક પણ છે.પરંતુ ફતેપુરા તાલુકા સહિત સંજેલી તાલુકા ના કેટલાક ગામડાઓમાં સ્થાનિક વહીવટી તંત્રોની બેદરકારી કહો કે મિલી ભગત અને સાથે કોન્ટ્રાક્ટરોની કમાણી કરી લેવાની નીતિથી આ યોજના સંપૂર્ણ પણે સફળ થાય તેવા અણસાર જણાવતા નથી.તેમ જ અનેક ગામડાઓમાં આ યોજનાઓનું ઘેર-ઘેર પાણી પહોંચે તે પહેલા વહીવટી તંત્રો- કોન્ટ્રાક્ટરોની પોલ છતી કરતા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.ત્યારે આ યોજના કેટલી સફળ થશે તેનું અનુમાન કરવું અસ્થાને છે.

          સરકાર દ્વારા વર્ષ 2019 માં જળ જીવન મશીન યોજના અંતર્ગત નલ સે જલ યોજના નું મુહૂર્ત કર્યા બાદ મોટા ઉપાડે કામગીરી શરૂ કરવામાં આવી હતી.અને જે-તે ગામડાઓમાં તાલુકા-જિલ્લાના વહીવટી તંત્રો સહિત ગ્રામ પંચાયતોની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી હતી.જોકે આ યોજનામાં પાઇપલાઇન તથા ઘેર ઘેર નળ ફીટીંગની કામગીરી પૂર્ણ થયે મહિનાઓ વિતી ચૂક્યા છે.જોકે કેટલાક ગામડાઓમાં ઘેર-ઘેર પાણી પહોંચાડવા માટે ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.અને આ ટેસ્ટિંગ દરમિયાન મોટાભાગના મકાનો સુધી પાણી પહોંચ્યું ન હતું.છતાં વહીવટી તંત્રોની મહેરબાનીથી કોન્ટ્રાક્ટરોને કામગીરીના નાણાં ચૂકવી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે બીજી બાજુ ફતેપુરા-સંજેલી તાલુકાના અનેક ગામડાઓમાં આ યોજનાનું પાણી પહોંચ્યું ન હોવાનું તેમજ પાઇપલાઇન કરવા છતાં પાણી પહોચવાની શક્યતા નહીં જણાતી હોવાનું ચર્ચાય છે.તેમજ અનેક ગામડાઓમાં સરકારના નિયમો મુજબ પાઇપલાઇન દબાવવા માટે જે નિયમો ઘડવામાં આવેલ છે,તે પ્રમાણે કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી નહીં કરી માત્ર દેખાવ પુરતી કામગીરી કરી સંતોષ માની લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.અને તેવી જગ્યાઓ ઉપર પાણી પહોંચવું તો દૂરની વાત છે પરંતુ કેટલીક જગ્યા ઉપર આ યોજનાની પાઇપોના હાડપિંજર નજરે પડતા યોજનાની શરૂઆત થાય તે પહેલા જ યોજનાની સફળતા ઉપર શંકાના સવાલો ઊભા થઈ રહ્યા છે.શું ફતેપુરા તાલુકામાં ભાણા સીમલ યોજનાની નિષ્ફળતાની જેમ નલ સે જલ યોજના નિષ્ફળ તો નહીં જાય ને? તેવા પ્રજામાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.

       ફતેપુરા તાલુકામાં નળ સે જળ યોજનાની પાઇપલાઇનનો દબાવવામાં આવી છે.જે પૈકી કેટલીક જગ્યાઓ ઉપર નિયમોનુસાર કામગીરી કરવામાં આવી નથી.અને ચોમાસા દરમિયાન જ આ પાઇપોના હાડપિંજરો જોવાતા થઈ ગયા છે તેમાં કાળીયાના ઘાટાવાડા નો પણ સમાવેશ થાય છે.અને અહીંયા આ યોજના ના ટેસ્ટિંગ માટે કુવાની મોટર ચાલુ કરતા વીજ પ્રવાહનો કેબલ વાયર જ બળી જતા મહિનાઓ વિતવા છતાં નવીન કેબલ વાયર પણ નાખવામાં આવ્યો નથી.જેથી ટેસ્ટિંગ જ પડતું મૂકવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.જ્યારે તાલુકામાં અનેક ગામડાઓ એવા છે કે,જ્યાં આ યોજનાની પાઇપલાઇનો દબાવવામાં આવી છે.પરંતુ ટેસ્ટિંગ દરમિયાન કેટલાક નળ કનેક્શનોમાં પાણી પહોંચ્યુ નથી. તેમજ ઉપર છલ્લું ટેસ્ટિંગ કર્યા બાદ આ નળ કનેક્શનમાં પાણી પહોંચે છે કે કેમ? તે જોવાની આજ દિન સુધી કોઈએ લીધી નથી. તેમજ આ યોજના ના નળ કનેક્શનમાં આજ દિન સુધી ટીપું પાણી પણ આવ્યું નથી.જોકે આ બાબતે સ્થાનિક, તાલુકા-જિલ્લાના તંત્રો માહિતગાર હોવા છતાં અમુક જ જગ્યાઓ ઉપર પાણી આવ્યું હોય તેવી જગ્યાના ફોટાઓ પાડી કોન્ટ્રાક્ટર દ્વારા સંપૂર્ણ અને સફળ કામગીરી પૂર્ણ કરી હોવાનું બતાવી નાણા ઉપાડી લઈ સરકાર અને પ્રજા સાથે અન્યાય કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

        *:-બોક્સ:-*

સંજેલી તાલુકાના સંજેલી ખાતે નળ સે જળ યોજના ની તકલાદી કામગીરી થતા તે બાબતે સંજેલીના એક જાગૃત નાગરિક દ્વારા કોન્ટ્રાક્ટરના બિલનાં નાણાં સ્થગિત કરવા રજૂઆત કરી જણાવ્યું છે કે,સંજેલીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નળ સે જલ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવેલ હોવાનું જણાવી એક કુવાની કામગીરી માત્ર કાગળ ઉપર બોલાવી નાણાં ચાઉં કર્યા હોવા સહિત ગામના એક ફળિયામાં એક પણ કનેક્શન નહીં આપી કોન્ટ્રાક્ટર દ્વારા અન્યાય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.તેમજ આ પાઇપલાઇન માટે ત્રણ ફૂટ ખોદાણ કરવાની જગ્યાએ દોઢ ફૂટ ખોદાણ કરી પાઇપો દબાણ કરેલ હોવાની સાથે સી.સી રસ્તા પણ તૂટ્યા હોવાનું અને તેનુ રીપેરીંગ કર્યું નહીં હોવાનું જણાવવામાં આવ્યું છે.તેમજ આ બાબતે તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં હોવાની રજૂઆત સાથે પાણી સમિતિને વિશ્વાસમાં લીધા વગર આ કામગીરી કરવામાં આવી હોવાની રજૂઆત કરી આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરના નીકળતા નાણા સ્થગિત કરી કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી દાહોદ જિલ્લા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (વાસ્મો) સમક્ષ લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!