ફતેપુરાના દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમજાનની ચાલતી તૈયારીઓ

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલા, ફતેપુરા 

 

 

ફતેપુરાના દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમજાનની ચાલતી તૈયારીઓ

મસ્જિદ ના મેઈન ગેટ થી લગાવી જાહેર રાજમાગૅ સુધી આરસીસી રોડ બનાવવામાં આવ્યો

ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ના સહયોગથી આરસીસી રોડ બનાવવામાં આવ્યો

                               

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરના દાઉદી વ્હોરા સમાજ દ્વારા નજીકના દિવસોમાં પવિત્ર શહેરે રમઝાન મહિનાની શરૂઆત થવાની હોય આ પવિત્ર મહિનામાં રોજા રાખી નમાજ પડી ખુદાની બંદગી કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધેલ છે દાઉદી વ્હોરા સમાજના મસ્જિદના મેઈન ગેટથી જાહેર રાજમાર્ગ સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ થઈ જવાથી આરસીસી રોડ બનાવવા માટે ફતેપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી મનોજભાઈ કલાલ અને કચરુભાઈ પ્રજાપતિના સહયોગથી મસ્જિદના મેઈન ગેટથી જાહેર રાજમાર્ગ સુધી આરસીસી રોડ બનાવવામાં આવેલ છે જેથી ખુશી નો મહોલ છવાઈ જવા પામેલ છે

Share This Article