
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરીના સભાખંડમાં યોજાયો
ઝાલોદ તાલુકા પ્રાંત અધિકારી આર આર ગોહિલ અધ્યક્ષતામાં તાલુકા સ્વગત કાર્યક્રમ યોજાયો
ફતેપુરા તા.22
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી આર આર ગોહિલ ની અધ્યક્ષતામાં ફતેપુરા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર શ્રી આર પી ડીડોર નાયબ મામલતદાર મહેસુલ અમલીયાર નાયબ મામલતદાર પુરવઠા ચૌધરી નાયબ મામલતદાર હિરેનભાઈ ચૌધરી સર્કલ ઓફિસર સોની તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ અધિકારીઓ જે તે ખાતાને લાગતા વળગતા કર્મચારી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં શિક્ષણને લગતા જમીન ને લગતા ખેતીવાડી ને લગતા વિવિધ પ્રકારના કુલ ૧૭ પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયા હતા તે પૈકી ૧૫ પ્રશ્નો સ્થળ નિકાલ કરવામાં આવેલ હતા જ્યારે બે પ્રશ્નો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર હિરેનભાઈ ચૌધરી કર્યું હતું