
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા આર્ટસ કોલેજમાં નશા મુક્તિ પરિવાર નશા મુકતી કાર્યક્રમ યોજાયો
નશા મુકત પરિવાર નશા મુકત ગુજરાત નશામુક્ત ભારત બનાવવા મોદી સાહેબનું સ્વપ્ન- કેન્દ્રીય મંત્રી કૌવશલ કિશોર…
નસીલા પદાર્થોનું સેવન ન કરવા અને નશાથી દૂર રહેવા કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી…
ફતેપુરા તા.20
ફતેપુરા તાલુકા માં શહેરી વિકાસ અને આવાસ યોજના ના ભારત સરકારના કેન્દ્રીય મંત્રી કૌવશલ કિશોર એક દિવસી પ્રવાસે આવી પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રીએ નવભારત નિર્માણ તેમજ નશામુક્ત અભ્યાન અંતર્ગત ફતેપુરાના આર્ટસ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને સંબોધી કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમમાં તાલુકાના ધારાસભ્ય જીલ્લા ભાજપ પ્રમુખ જિલ્લાના મહામંત્રી સહિત તાલુકાના પ્રદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે વિદ્યાર્થીઓને સંબોધીને જણાવ્યું હતું દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ નવ ભારત નિર્માણ અંતર્ગત દેશનો કોઈપણ યુવાન નસાના રવાડે ન ચડે સાથે તેમનું કુટુંબ પરિવાર ગુજરાત સહિત સંપૂર્ણ ભારત નું નિર્માણ નશામુક્ત ભારત તરીકે થાય તે માટેના પ્રયાસો મોદી સાહેબ અને તેમની ટીમ કરી રહી હોવાનું જણાવ્યું હતું કાર્યક્રમ બાદ ફતેપુરાના વડવાસ ખાતે આવેલ લીમડા હનુમાનજી મંદિરના દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.