
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી તથા માલિકીની જમીન ઉપર વધતા જતા દબાણો દુર કરવા માંગ.
સુખસરમાં તકવાદી લોકોનો ડોળો સરકારી જમીન ઉપર જ્યારે માલદાર લોકો ખાનગી જમીન ઉપર જબરજસ્તીથી પાકાં બાંધકામ કરી જમીન પચાવી રહ્યા છે
જમીન દબાણ સંબંધે લાગતા-વળગતા તાલુકા- જિલ્લા તંત્રોને રજૂઆત થાય છે,છતાં થતા ન્યાયમાં નક્કર પરિણામ આવતું નથી:દબાણકર્તાઓ બેફામ બનતા જાય છે.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૯
ફતેપુરા તાલુકાનું સુખસર ગામ દિન-પ્રતિદિન આર્થિક સદ્ધરતા અને વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે.તેમજ વેપાર-ધંધામા પણ આગળ પડતુ સ્થાન ધરાવે છે.જેથી ખાસ કરીને કેટલાક સ્થાનિક સહીત બાહ્ય લોકો સુખસર તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે.અને તેના લીધે કેટલાક લોકો ની
#Paid pramotion
Contact us :- sunrise public school
નજર સરકારી પડતર જમીનો ઉપર જ્યારે કેટલાક લોકોની નજર માલિકીની જમીન ઉપર પડતા રોકેટ ગતિએ ગેરકાયદેસર પાકા બાંધકામ કરી જમીનો પચાવી પાડવાના કિસ્સા બની રહ્યા છે.જેની રજૂઆતો તાલુકા જિલ્લા તંત્ર સમક્ષ કરવામાં આવે છે પરંતુ ત્યાંથી કોઈ નક્કર પરિણામ નહીં મળતાં સરકારી ખાનગી જમીનો ઉપર દબાણ કરતા તત્વો નિર્ભય બની દબાણ વધારતા જઈ રહ્યા છે.
ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં અનેક જગ્યાઓ ઉપર સરકારી પડતર જમીનો આવેલી હતી.જેમાં મોટાભાગની જમીન ઉપર વર્ષોથી ગેરકાયદેસર પાકા બાંધકામો કરી નાખવામાં આવ્યા છે.અને હવે સરકારી જમીન નામ પુરતી બચી ગઈ હોય તેવું જોવા મળે છે.છતાં આ જમીનો ઉપર પણ દબાણ કર્તાઓની નજર બગડે તે પહેલા ગેરકાયદેસર વધતા જતા દબાણો ઉપર રોક લાવવા તાલુકા-જિલ્લા તંત્ર દ્વારા તટસ્થ પગલાં ભરવાની જરૂર જણાઈ રહી છે.હાલ સુખસરમાં સરકારી કામકાજ માટે બાંધકામ કરવું હોય તો સુખસર ની બહાર જવું પડે તેવી સ્થિતિ પણ નિર્માણ પામી રહી છે.સુખસરમાં સાર્વજનિક મિલકત એટલે કે બસ સ્ટેશન,પોસ્ટ ઓફિસ,બેંક જેવી જગ્યાઓના બાંધકામ માટે જગ્યા શોધી જડે તેમ નથી.જ્યારે આ સરકારી જમીનો ઉપર સ્થાનિક અને બાહ્ય માલદાર લોકોએ પાકા બાંધકામ કરી જમીનો હડપ કરી નાખી છે.છતાં તંત્રની ઉંઘ ઉડતી હોય તેવું જણાતું નથી.
બીજી બાજુ જોઈએ તો કેટલીક જગ્યાએ તકવાદી,માલદાર અને એકથી વધુ આલીશાન મકાનો ધરાવતા કેટલાક લોકોએ જે-તે માલિકીની જમીન ઉપર પણ પાકા બાંધકામ દ્વારા દબાણ કરી જમીનો હડપ કરેલ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અને તેની રજૂઆતો પણ કરવામાં આવે છે છતાં તે બાબતે કોઈ નક્કર પરિણામો પણ નહીં મળ્યા હોવાનું જાણવા મળે છે.ત્યારે સરકારી-ખાનગી જમીનો ઉપર દબાણકર્તાઓ સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવી ખૂબ જ જરૂરી છે. નહીં તો આવનાર સમયમાં કોઈપણ ખાતેદારની કે સરકારી જમીન ઉપર ગમે ત્યાંના બાહ્ય લોકો કબજો જમાવી માલિક બની બેસવાની બાબત સુખસર વિસ્તાર માટે નવી નવાઈની વાત નહીં હોય.
ગ્રામ પંચાયતને 105 મુજબ દબાણ દૂર કરવા નોટિસ ફટકારી છે :- પી.એસ અમલીયાર (તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા)
સુખસર વિસ્તારના સરકારી જમીન પરના દબાણો ની માપણી કરાવી દબાણો દૂર કરવા માટે નો અહેવાલ રજૂ કરવા માટે સૂચના આપી છે.તેમજ ગ્રામ પંચાયતને દબાણ દૂર કરવા બાબતે 105 મુજબની નોટિસ પણ આપી છે.