
શબ્બીરભાઇ સુનેલવાલા,ફતેપુરા
ફતેપુરામાં સંજેલી મામલતદાર દ્વારા અવસર લોકશાહી પર્વ રથ નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું..
129 વિધાનસભા મત વિસ્તારમાં અવસર લોકશાહી પર્વનો રથ ફરીને મતદારોને મતદાન કરવા માટેની જાગૃતિ આપવામાં આવશે
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના પટાંગણમાંમાંથી અવસર લોકશાહી પર્વ રથનું સંજેલી મામલતદાર મેડમ દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું 129 વિધાનસભા મત વિસ્તારમાં આવતા તમામ ગામડાઓમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મતદારો દ્વારા તેઓના મત નો ઉપયોગ કરી વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને સમજ આપવા માટે અવસર લોકશાહી પર્વના રથનું ફતેપુરા મામલતદાર કચેરીમાંથી સંજેલી મામલતદાર મેડમ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે 129 ફતેપુરા વિધાનસભાના ચૂંટણી અધિકારી શ્રી અને નાયબ કલેક્ટર મધ્યાન ભોજન યોજના ફાલ્ગુનભાઈ પંચાલ નાયબ મામલતદાર એસ. એમ. ચૌધરી નાયબ મામલતદાર સોની તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ ગણ હાજર રહેલ હતો.