ફતેપુરા પી.એસ‌.આઇ સી.બી. બરંડાની બદલી થતા પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ યોજાયો

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલ વાલા:- ફતેપુરા

 

ફતેપુરા પી.એસ.આઇનું વિદાય સમારંભ યોજાયો

 

ફતેપુરા પી.એસ‌.આઇ સી.બી. બરંડાની બદલી થતા પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ યોજાયો

 

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક તાલુકા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી તરીકેની પી.એસ.આઇ તરીકે ની ફરજ બજાવતા સી.બી.બરંડાની ધાનપુર પોલીસ સ્ટેશનમાં બદલી થતાં તેઓનો વિદાય સમારંભ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો સરપંચશ્રીઓ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહેલો હતો વિદાય થયેલા પી.એસ.આઇ.સી.બી બરંડાને ફૂલહાર કરી શાલ ઓઢાડી શ્રીફળ આપી પુષ્પ વર્ષા કરી તેઓને કાર્ય કરવાની પદ્ધતિને બિરદાવી વિદાય આપવામાં આવી હતી બદલી થતાં વિદાય થતાં પી.એસ.આઇ. શ્રી ડી.જે ના તાલે ફટાકડા ફોડી વરઘોડો કાઢી પોલીસ સ્ટેશનથી કામેશ્વરી મહાદેવના મંદિરે જઈ મહાદેવ ભગવાનની પૂજા અર્ચના આશીર્વાદ મેળવી વિદાય લીધેલ હતી.

Share This Article