
ફતેપુરા તાલુકાના મોટા સરલા ગામે બેંક ઓફ બરોડા ની શાખામાં તસ્કરોનો ચોરીનો પ્રયાસ..
તસ્કરોના ચોરીના પ્રયાસ દરમિયાન બેંકમાં લાગેલા સાયરાનો ગુંજી ઉડતા તસ્કરો ઊભી પૂંછડીએ ભાગ્યા…
બેંકના ચોરીના પ્રયાસ દરમિયાન સાયરન ગુંજી ઉઠતા તસ્કરોએ ચોરી કરવા માટે લાવેલા ડ્રિલ,કટર મશીન, આધુનિક સામાન તેમજ મોટરસાયકલ મૂકીને ભાગ્યા.
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા સલરા ગામે બેન્ક ઓફ બરોડા શાખામાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરતાં બેન્કમાં લાગેલ સાયરન વાગી જતાં ચોરી કરવામાં નિષ્ફળ રહેલ ચોરો નાસી ગયાં હતાં.
ગત તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ મોટા સલરા ગામે આવેલ બેન્ક ઓફ બરોડાની શાખામાં આગળના ભાગે આવેલ મેઈન શટરને મારેલ તાળાના નકુચાને તોડી તસ્કરોએ બેન્કમાં પ્રવેશ કર્યાેં હતો અને બેન્કનું લોકર તોડવાની કોશિષ કરતાં બેન્કમાં લાગેલ સાયરન વાગતાં ચોરો નાસી ગયાં હતાં. ઘટનાની જાણ બેન્ક કર્મચારીઓને થતાં બેન્કના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને સ્થાનીક પોલીસને જાણ કરાતાં પોલીસ પણ બેન્કમાં દોડી આવી હતી. ઘટનાને પગલે ગ્રામજનોમાં ચકચાર મચી જવા પામી હતી.
આ સંબંધે મોટા સલરા ગામે બેન્ક ઓફ બરોડા શાખામાં ફરજ બજાવતાં અને મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં રહેતાં દક્ષિતકુમાર બાલુભાઈ રોહીતે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————-