ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાય.

Editor Dahod Live
1 Min Read

શબ્બીરભાઈ સુનેલવાલા:-ફતેપુરા

ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાય.

આવનાર દિવસોમાં ગણેશ ચતુર્થી તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગ યોજાય.

ફતેપુરા પી એસ આઇ સી બી બરંડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાય

 

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પોલીસ મથકમાં ફતેપુરા પી એસ આઇ શ્રી સી બી બરંડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આવનાર દિવસોમાં ગણેશ ચતુર્થીના તહેવાર ને અનુલક્ષીને ગણેશ મંડળના આયોજકો અને મૂર્તિઓ ના વેપારીઓની તેમજ હિંદુ સમાજના અને મુસ્લિમ સમાજના આગેવાનો આજુબાજુ ગ્રામ પંચાયતના સરપંચો મિટિંગમાં હાજર રહ્યા હતા પી એસ આઇ સી બી બરંડા શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ ચતુર્થી મહોત્સવની તહેવારની ઉજવણી કરવી તેમ જ કલેકટરશ્રી ના જાહેરનામા મુજબ અમલવારી કરવા માટેની સૂચન કરેલ હતું તેમજનક્કી કરેલા રૂટ મુજબ ગણેશ વિસર્જન યાત્રા પસાર કરવી વગેરે બાબતોને સલાહ સૂચન આપેલા હતા

Share This Article