
ફતેપુરા તાલુકાના વડવાસ ગામે ખુલી જગ્યામાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:9 શકુનીઓ ઝડપાયા
પોલીસે સ્થળ પરથી 12 હજાર ઉપરાંતની રોકડ તેમજ મોબાઈલ ફોન મળી 15 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડવાસ ગામે જાહેરમાં ખુલ્લી જગ્યાએ જાહેરમાં શ્રાવણીયો જુગાર રમી રહેલા ૦૯ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી કુલ રોકડા રૂપીા ૧૨,૪૩૦ અને ૫ નંગ. મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૧૪,૯૩૦નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ગત તા. ૧૭મી ઓગષ્ટના રોજ ફતેપુરા પોલીસે વડવાસ ગામેથી ઝડપેલા જુગારીઓની અંગ ઝડતી કરતા યુવકો પાસે થી કુલ રૂ.૧૪૯૩૦/- નો રોકડ સાથે મુદ્દામાલ બરામાદ કાર્યો હતો અને કાંતિ વાલજી પારગી (રામાડનાર વડવાસ નો રહીશ),ગૌરાંગ તેરસીંગ પારગી (વડવાસ નો રહીશ),પર્વત વાલજી પારગી (વડવાસ નો રહીશ),બદજી સૂકા પારગી (વડવાસ નો રહીશ), રાજેશ લાલા પારગી (વડવાસ નો રહીશ), માનસિંગ ગૌતમ પારગી ( વડવાસ નો રહીશ), દિપક બદજી પારગી (ડુંગર નો રહીશ),જસવંત લાલા ડામોર ( ડુંગર નો રહીશ),મહેશ ભરત ડામોર (ખજુરિયા ફળીયા ડુંગર નો રહીશ) આ નવ ઈસમો ની પોલીસે અટકાય કરી ફતેપુરા પોલીસ સ્ટેશન મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
——————————-