
શબ્બીર સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરા તાલુકાના ઘાટાવાડા ગામે અગાઉ થયેલ કેસના સમાધાન બાબતે સાત જેટલા ઈસમોના ટોળાએ ધીંગાણું મચાવ્યું..
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘાટાવાડા ગામે અગાઉ થયેલ કેસનું સમાધાન નહીં થતાં ૦૭ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લાકડીઓ લઈ આવી એક મહિલા સહિત જણાને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૩૦મી જુલાઈના રોજ ફતેપુરા તાલુકાના લખણપુર તથા મોટી ઢઢેલી ગામે રહેતાં મિનેશભાઈ પારસીંગભાઈ તાવીયાડ, રોમિતભાઈ મિતેશભાઈ તાવીયાડ, જૈમિનભાઈ મિનેશભાઈ તાવીયાડ, સંદિપભાઈ મિનેશભાઈ તાવીયાડ, રાહુલભાઈ બાબુભાઈ તાવીયાડ, અર્જુન ઉર્ફે પંડિત અને ગીરધરભાઈ ભુરાભાઈ તાવીયાડનાઓ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લાકડીઓ લઈ ઘાટાવાડા ગામે તળાવ ફળિયામાં રહેતાં મંજુલાબેન લાલાભાઈ મછારના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમારા વિરૂધ્ધમાં અગાઉ કેસ કરેલ તેનું સમાધાન કેમ નથી કરતાં, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ લાકડીઓ વડે અને ગડદાપાટ્ટુનો માર મારી મંજુલાબેન અને મનિષભાઈને માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મંજુલાબેન લાલાભાઈ પુનાભાઈ મછારે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.