
શબ્બીર સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામે ખેતરમાં પશુ બાંધવાના મામલે ચાર ઈસમોએ એક વ્યક્તિને ફટકાર્યો..
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી ઢઢેલી ગામે ખેતરમાં પશુઓ બાંધવા મામલે થયેલ ઝઘડામાં ચાર જેટલા ઈસમોએ ભેગા મળી એકને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૧૯મી જુલાઈના રોજ મોટી ઢઢેલી ગામે ડુંગરી ફળિયામાં રહેતાં રાજુભાઈ ચંદુભાઈ સંગાડા તથા તેમના પરિવારજનો પોતાના ઘરે હાજર હતાં તે સમયે રાજુભાઈના ખેતરમાં પશુઓ બાંધેલ હોઈ આ મામલે પોતાના ગામમાં રહેતા કલસીંગભાઈ નાનજીભાઈ પારગી, કમલેશભાઈ નાનજીભાઈ પારગી, મંગળાભાઈ નાનજીભાઈ પારગી અને જીતમલભાઈ નાનજીભાઈ રમીલાબેને કહેલ કે, અમારા ખેતરમાં તમોએ કેમ પશુઓ બાંધેલ છે, તેમ કહેતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાકડીઓ લઈ આવી રાજુભાઈને પકડી લઈ લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત રાજુભાઈ ચંદુભાઈ સંગાડાએ સુખસર પોલીસ મથખે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.