ફતેપુરા તાલુકાના કંકાસીયામાં વિકૃત માનસિકતા ધરાવતા વેપારીની કરતૂત: ખરીદી કરવા આવતી પરણિતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર બિભત્સ માંગણી કરી જાનથી મારી નાખવાની આપી ધમકી..

Editor Dahod Live
2 Min Read

શબ્બીર સુનેલવાલા,ફતેપુરા

 

 

ફતેપુરા તાલુકાના કંકાસીયામાં વિકૃત માનસિકતા ધરાવતા વેપારીની કરતૂત: ખરીદી કરવા આવતી પરણિતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર બિભત્સ માંગણી કરી જાનથી મારી નાખવાની આપી ધમકી..

 

 

દાહોદ તા.૦૮

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંકાસીયા ગામે એક કરિયાણાના દુકાનદાર દ્વારા એક પરણિતા જ્યારે તેની દુકાને ખરીદી માટે જતી હોય ત્યારે અવાર નવાર પરણિતાને ખરાબ નજરે જાેઈ પરણિતાના સોશીયલ મીડીયાના એકાઉન્ટમાં બિભિત્સ માંગણી કરી, પરણિતાને હેરાન પરેશાન કરી પોલીસમાં ફરિયાદ આપીશ તો મારી નાંખીશ જેવી ધમકીઓ આપતાં પરણિતા દ્વારા દુકાનદાર વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

ફતેપુરા નગરમાં બલૈયા રોડ ખાતે રહેતો અને ફતેપુરા તાલુકાના કંકાસીયા ગામે કરિયાણાની દુકાન ધરાવતો સુમીતકુમાર મહેન્દ્રભાઈ અગ્રવાલ દ્વારા ફતેપુરા તાલુકામાં રહેતી એક ૨૦ વર્ષીય પરણિતા જ્યારે સુમીતકુમારની દુકાન ખરીદી માટે જતી હોય ત્યારે સુમીતકુમાર પરણિતાને ખરાબ નજેર જાેતો હતો અને પોતાના મોબાઈલ ફોન મારફતે પરણિતાને ઈસ્ટાગ્રામથી વિડીયો, ઓડિયોકોલ અને મેસેજ કરી, તમને મેસેજ કરૂં તો કોઈ પ્રોબલેમ નહીને, ફ્રેન્ડશીપ કરી શકો છો, કેમ કે તમે મને ખુબ સારા લાગો છો, તમારો નંબર સેન્ડ કરો, પરણિતાને તેમ કહી હેરાન પરેશાન કરતો હતો અને સંબંધ બાંધવા માટે પરણિતાને દબાણ પણ કરતો હતો. પરણિતાને પ્રેમજાળમાં ફસાવવા બિભિત્સ માંગણી કરતો હતો અને સુમીતકુમાર દ્વારા જાે પોલીસમાં ફરિયાદ આપીશ તો મારી નાંખીશ જેવી ધમકીઓ પરણિતાને આપતાં આ સંબંધે પરણિતાએ ફતેપુરા પોલીસ મથકે સુમીતકુમાર મહેન્દ્રભાઈ અગ્રવાલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article