
શબ્બીર સુનેલવાલા, ફતેપુરા
બ્રેકિંગ ન્યુઝ
ફતેપુરા માં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર નગરમાં વરસાદી પાણી પાણી મેન બજાર વરસાદી પાણીથી બેટમા ફેરવાયું
વરસાદી પાણીના નિકાલના હોવાથી નગરમાં વરસાદી પાણી ભરાયા
વરસાદી પાણીથી ઘર આંગણે મુકેલો વાહનો તણાયા.
વહીવટી તંત્ર એક્સનમાં આવી દબાણ તોડતા પાણીનો નિકાલ થવા પામ્યો હતો
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં સાજના સમયે આકાશમાં ગનગોર વાદળો ઘેરાઈ જતા 90 મી.મી. મુસલદાર વરસાદ વરસત નગરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવા પામેલ હતા વરસાદી પાણીના નિકાલ માટેના વેલામાં દબાણ થતાં વરસાદી પાણીનો વેલો સાંકડો થઈ જવા પામેલ છે અને નગરમાં ઠેર ઠેર દબાણ થતાં ધુધસ રોડ પરથી અને ઝાલોદ રોડ પરથી આવતો વરસાદી પાણી નો નિકાલ નહીં થવાથી સમગ્ર વરસાદી પાણી ફતેપુરા નગરમાં ફરી વળેલ છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવા પામેલ છે નગરનો મેન બજાર વરસાદી પાણીથી બેટમા ફેરવાઈ જવા પામેલ છે ઘર આંગણે મુકેલા વાહનો વરસાદી પાણીમાં તણાઈ જવા પામ્યા હતા વરસાદી પાણી ગામમાં ભરાતા વહીવટીતંત્ર દ્વારા એક્શનમાં આવી જેસીબી મશીન લગાવી વેલા બાજુનું દબાણ તોડવામાં આવતા નગરમાં ભરાયેલ પાણી દબાણ તૂટતા જ વરસાદી પાણી વેળામાંથી પસાર થઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.