Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં મનરેગા યોજનામાં જુના કામો પણ મંજૂરી મેળવવાનો કૌભાંડનો પર્દાફાશ: 10 કૌભાંડી કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવાના આદેશ કરાયા..!!

June 1, 2022
        2055

ફતેપુરા મનરેગા યોજનામાં ગેરરીતિ આચરી હોવાનું ઉચ્ચ સ્તરે રજૂઆત બાદ DDO દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ માટે સમિતિની રચના કરતા તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવી 

તપાસ દરમિયાન 48.39 લાખ રૂપિયાની ગેરરીતિનું કૌભાંડ  સામે આવ્યું

 મનરેગા યોજનામાં જૂના કામો ઉપર મંજૂરી મેળવી નાણાકીય ગેરરીતિ આચરી

ફતેપુરા તા.01

ફતેપુરા તાલુકામાં મનરેગા યોજનામાં જુના કામો પણ મંજૂરી મેળવવાનો કૌભાંડનો પર્દાફાશ: 10 કૌભાંડી કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવાના આદેશ કરાયા..!!

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મનરેગા યોજનામાં જુના કામો ઉપર મંજુરી મેળવીને કૌંભાડ આચરવાનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે .

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મનરેગા યોજનામાં જુના કામો ઉપર મંજુરી મેળવીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની ગુજરાત તકેદારી આયોગમાં અરજી થઇ હતી . આ મામલે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ ટીમની રચના કરીને તેની તલસ્પર્શી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો . તપાસ દરમિયાન યોજનામાં કરાર આધારિત અને આઉટ સોર્સિંગથી ભરતી કરાયેલા કર્મચારીઓ દ્વારા જુના કામો ઉપર મંજુરી મેળવીને 48.39 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યુ હોવાનું પ્રકાશમાં આવ્યુ હતું . ત્યારે આ મામલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.બી બલાતે ડીડીઓ નેહાકુમારીને રિપોર્ટ કર્યો હતો . ડીડીઓ નેહાકુમારીએ મનરેગા શાખામાં ફરજ બજાવતાં તમામ દસેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો . કૌભાંડ આચરનારા કર્મચારીઓ સામે નાણાની રિકવરી સાથે આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ પણ નોંધાશે તેવું જાણવા મળ્યું છે.

 મનરેગા યોજનામાં કૌભાંડમાં સામેલ કર્મચારીઓના નામ

(1) શૈલેષભાઈ સંગોડ ( તત્કાલીન એપીઓ, મનરેગા,)(2)રીપલભાઈ ડોડીયા- એપીઓ, મનરેગા, તા.પં. ફતેપુરા) (3)અતુલકુમાર કતીજા – તત્કાલીન એડબલ્યુએમ , મનરેગા,તા.પં. ફતેપુરા

(4)દીપક લબાના – તત્કાલીન ટીએ , મનરેગા , તા.પં. ફતેપુરા

(5)રાકેશ કટારા – તત્કાલીન ટીએ , મનરેગા , તા.પં. ફતેપુરા.

(6)વિજય પારગી – ટીએ , મનરેગા , તા.પં. ફતેપુરા

(7)કલ્પેશ ચૌહાણ – એકાઉન્ટ આસી . , મનરેગા , તા.પં. ફતેપુરા .

(8)રમેશ મછાર – એમઆઈએસ . , મનરેગા , તા.પં. ફતેપુરા .

(9)બાબુભાઈ પંડોર – જીઆરએસ . , મનરેગા , તા.પં. ફતેપુરા .

(10)અરુણકુમાર ગરાસીયા – બીએફટી , મનરેગા , તા.પં. ફતેપુરા

મનરેગા યોજનામાં કૌભાંડ આચરનારા સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે :- જિલ્લા વિકાસ અધિકારી દાહોદ 

 ફતેપુરા તાલુકામાં ગેરરીતિની વાત સામે આવતાં ટીમ બનાવી તપાસ કરાવી હતી . તેમાં ગેરરીતિ ફલિત થઇ હતી . આ પ્રકરણમાં દસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરી દેવાયા છે.આ પ્રકારની કોઇપણ ગેરરીતિ સામે આવશે તો શહેશરમ વગર કડક કાર્યવાહી કરવામાં આવશે . – નેહાકુમારી , જિલ્લા વિકાસ અધિકારી , દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!