 
				
				ફતેપુરા તાલુકાના હડમત ગામે પતિ તેમજ સાસરીયાઓના અસહ્ય ત્રાસથી વાજ આવેલી પરિણીતાની પોલીસમાં રાવ
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હડમત ગામે એક પરણિતાને તેના પતિ તથા સાસુ – સસરા દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપતાં ત્રાસથી વાજ આવેજ પરણિતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હડમત ગામે ગળી ફળિયામાં પરણાવેલ અને હાલ પોતાના પિયર ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે ખરસોડ ફળિયામાં આવી પહોંચેલ પરણિતા શકુન્તલાબેન નારસીંગભાઈ ડામોરના લગ્ન તારીખ ૪.૧૧.૨૦૨૧ના રોજ સમાજના રિતી રિવાજ મુજબ હડતમ ગામે ગળી ફળિયામાં રહેતાં વિક્રમકુમાર ખુમાનસિંહ ચારેલ સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી શકુન્તલાબેનને સારૂ રાખ્યાં બાદ પતિ તથા સાસરીયાનું પોત પ્રકાશ્યું હતું અને શકુન્તલાબેનને તેના પતિ વિક્રમકુમાર દ્વારા કહેલ કે, તું દાગીના લાવેલ નથી, તુ તારા બાપાના ઘરે જતી રહે, તેમ કહી શકુન્તલાબેનને અવાર નવાર શારિરીક અને માનસીક ત્રાસ આપી મારઝુડ પણ કરતો હતો ત્યારે શકુન્તલાબેનના સસરા ખુમાનસિંહ અને સાસુ સુમનબેન દ્વારા પણ પરણિતાને અવાર નવાર મેણા ટોણા મારી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતાં અને પોતાના પુત્ર વિક્રમકુમારને કહેતા હતાં કે, અમે તને નોકરીવાળી બૈરી કરાવીશું અને પરણિતા શકુન્તલાબેનને ઘરમાંથી બહાર નીકળી જવાનું કહેતા પરણિતા શકુન્તલાબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં શકુન્તલાબેન પોતાના પિયરમાં આવી પહોંચી હતી અને ન્યાયની ગુહાર માટે મહિલા પોલીસ મથકે પોતાના પતિ તથા સાસુ – સસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 
										 
                         
                         
                         
                        