
શબ્બીરભાઈ સુનેલવાલા :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને જનજાતિ સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ.
જનજાતિ સુરક્ષા બચાવ સમિતિ દ્વારા દાહોદ જિલ્લાના સુખસર ખાતે અગત્યની બેઠક યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.જેમાં આદીવાસી સમાજ માં ધર્માંતરિત થયેલા લોકો દ્વારા અનામતનો ખોટો લાભ ઉઠાવી આદિવાસી ભાઈ-બહેનો સાથે થઈ રહેલા અન્યાયની સામે કાયદામાં સુધારાની માંગને અનુલક્ષીને બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મોહિતભાઈ ડામોર, તાલુકા ભાજપ પ્રમુખ રામાભાઇ પારગી, મહામંત્રી જીતુભાઈ બાપુ નાનુભાઈ ભગોરા, જનજાતિ સુરક્ષા સમિતિના સરદારભાઈ મછાર, સહિત જિલ્લા,તાલુકાના સંગઠન ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.