બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામે મેલડીમાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની થનાર ભવ્ય ઉજવણી.
મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 5 મે થી 7 મે સુધી યોજનાર વિવિધ કાર્યક્રમોમાં જાહેર જનતાએ લાભ લેવા મીનાકુંવરનું આહવાન.
કાર્યક્રમ દરમિયાન 6 મે નારોજ વિજયભાઈ સુવાળા (ભુવાજી)ના કંઠે લોક ડાયરાનું પણ આયોજન કરાયું.
6 મે ના રોજ પ્રાણ પ્રતિષ્ઠામાં માં મેલડી માં,બહુચરમાં,નાગદેવતા, ગણેશજી,ભૈરવજી,શિખર,ધ્વજદંડ, કીર્તિસ્તંભ વિગેરેના કાર્યક્રમો યોજાશે.
સુખસર, તા.1
ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા ગામે નવીનાકાર લઈ રહેલ મેલડી માં ના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તેમાં વિવિધ કાર્યક્રમો સાથે ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં કાર્યક્રમના નિમંત્રક મીનાકુંવર કૈલાશકુંવરનાઓ એ જાહેર જનતાને લાભ લેવા જણાવાયું છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા ગામે મેલડીમાંના નવીન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.જેમાં કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો તારીખ- 05/5/2022 ગુરૂવારના રોજ ગંગાજળ,મંડપ પ્રવેશ તથા સ્થાપિત દેવતા પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.તેમાં ગંગાજળનો કાર્યક્રમ સવારના 7:00 કલાકે સુખસર પંચાલ ફળિયા થી મેલડી માં ના મંદિર મકવાણાના વરુણા મેલડી માં મંદિર સુધી સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે.
જ્યારે અગ્નિ યાગ,ગૃહ પૂજન,માતાજી હવન, તથા શતચંડી યજ્ઞ તારીખ 06/5/2022 શુક્રવારના રોજ રાખવામાં આવેલ છે.જયારે રાત્રીના સમયે વિજયભાઈ સુવાળા ભુવાજીના કંઠે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભાગ લેનાર હોવાનું પણ જાણવા મળે છે.
માં મેલડી માં ના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ વૈશાખ સુદ છઠ તારીખ 07/5/ 2022 શનિવારના રોજ રાખવામાં આવેલ છે.તેમાં મેલડી માં, બહુચર માં,નાગદેવતા,ગણેશજી, ભૈરવજી,શિખર,ધ્વજદંડ તથા કીર્તિસ્તંભ અને ઘંટનું સ્થાપન કરવામાં આવશે.તેમજ ગુરુવારથી શનિવાર સુધી આ ચાલનાર કાર્યક્રમમાં ત્રણ દિવસ સુધી ભંડારાનું આયોજન પણ રાખવામાં આવેલ છે.જેમાં સૌ ભાવિક ભક્તોએ ભાગ લેવા માં મેલડી માંના મંદિર નિર્માતા મીના કુંવર કૈલાશ કુંવરના ઓએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.
જય મેલડીમાં મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજનમાં ગુડ્ડીકુંવર,મીના કુંવર,રાજુભાઈ,સુરેશભાઈ,નરેન્દ્રભાઈ, સવિતાબેન,વંદનાબેન,ટીનાભાઇ ડુંગરવાળા,વિરલભાઇ તથા પૂજાબેન પંચાલના ઓનો ફાળો મહત્વનો રહ્યો હોવાનું જાણવા મળે છે.