ફતેપુરા તાલુકાના સરસવાપૂર્વ ગામનો યુવાન ગુમ થતાં પોલીસમાં જાણ.

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી સુખસર

 

ફતેપુરા તાલુકાના સરસવાપૂર્વ ગામનો યુવાન ગુમ થતાં પોલીસમાં જાણ.

 

યુવાન પોતાની ફોઈના ઘરે ભાટમુવાડી ગામેથી આઠ દિવસથી ગુમ છતાં ભાળ નહીં મળતા જાણ કરાઈ.

 

સુખસર,તા.14

 

ફતેપુરા તાલુકાના સરસવાપૂર્વ ગામના આમલી ફળિયામાં રહેતા તેરસીંગભાઈ વાલજીભાઈ મહિડાનો 42 વર્ષીય પુત્ર કનુભાઈ તેરસીંગભાઈ મહિડા પોતાની ફોઈ ભાટ મુવાડી ગામે રહે છે ત્યાં ગયેલ હતો.જ્યાંથી ગત તારીખ 5/4/2022 ના રોજ સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં કોઈને પણ જાણ કર્યા વગર ક્યાંક નીકળી જતા ગુમ થયેલ છે.જેની સગા સંબંધીઓ તથા પરિચિતોમાં તપાસ કરવા છતાં તેની કોઇ ભાળ નહીં મળતા તેરસીંગભાઇ મહિડાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ કરી ગુમસુદા કનુભાઈ મહિડાની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.તેમજ જણાવ્યું છે કે,ગુમ થયેલ કનુભાઈ મહિડાની ઉંમર આશરે 42 વર્ષ છે.તથા કમરે સફેદ કલરનું પેન્ટ પહેરેલ છે.અને શરીરે ઘઉંવર્ણ છે.અને તેની ઊંચાઈ 5.2 ઇંચ જેટલી છે. તેમજ માનસિક અસ્થિરતા ધરાવતો હોવાનું જાણવા મળે છે. આ વ્યક્તિની જે કોઈને પત્તો મળે તેઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

Share This Article