
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ભારતીય જનતા પાટીઁના સ્થાપના દિન નિમિતે ફતેપુરાથી દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ પ્રસ્થાન કરાવ્યુ…
મોટી સંખ્યામાં યુવા ભાજપના કાર્યકરોને હોદ્દેદારો બાઇક રેલી મા જોડાયા હતા
બાઇક રેલી નુ ઠેર ઠેર ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું
ફતેપુરા તા.06
ફતેપુરાથી પ્રસ્થાન થયેલ બાઇક રેલી સંપૂણઁ દાહોદ જીલ્લામાં ફરશે, બાઇક રેલી મા દરેક તાલુકા દીઠ કાર્યકર્તાઓએ મોટર સાયકલ લઇ ને જોડાયા..
ભારતીય જનતા પાટીઁના 42 મા સ્થાપના દિન નિમિતે આજરોજ ફતેપુરાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતેથી દાહોદ જીલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ.આ પ્રંસગે ફતેપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા,એસ ટી મોરચાના ઉપ પ્રમુખ ડૉ અશ્ર્વિનભાઇ પારગી ભાજપ જિલ્લા,યુવા મોરચાના પ્રમુખ મોહિતભાઇ ડામોર,યુવા મોરચાના અલયભાઇ દરજી,ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ફતેપુરા ભાજપ યુવા મોરચાના પ્રમુખ દિપાશુ આંમલીયાર સહિત મોટી સંખ્યામા યુવા મોરચાના કાયઁકરતાઓ સરપંચો જોડાયા હતા.ફતેપુરા થી શરુઆત કરાયેલ બાઇક રેલી સંપૂણઁ જીલ્લામા ફરશે.
ફતેપુરાથી બાઇક રેલી ને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવતા દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇઆમલીયાર,વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા,ડૉ અશ્ર્વિનભાઇ પારગી સહિત અન્ય મહાનુભાવો જોઇ શકાય છે