ફતેપુરા તાલુકાના ધુધસની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ત્રણ માસ માટે રદ કરવાનો હુકમ કરાયો..

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર ભાઈ સુનેલવાલા :- ફતેપુરા

ફતેપુરા તાલુકાના ધુધસ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ત્રણ માસ માટે રદ કરવાનો હુકમ

જિલ્લા પુરવઠા અધિકારી આર બી ગામેતી ત્રણ માસ માટે પરવાનો રદ કરતા ફતેપુરા તાલુકામાં ચકચાર મચી જવા પામેલ છે

ફિંગર પ્રિન્ટના ચાર્જ વસુલાતા હોવાનો વીડિયો વાયરલ થતાં લેવામાં આવેલ પગલાં

ફતેપુરા તા.31

ફતેપુરા તાલુકાના ધુધસ ગામે આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનનો પરવાનો જિલ્લા પુરવઠા અધિકારીએ ત્રણ માસ માટે સસ્પેન્ડ નો હુકમ કરતા ફતેપુરા તાલુકામાં ચકચાર મચી જવા પામેલ છે ફતેપુરા તાલુકાના ધુધસ ગામ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનનો પરવાનો ધરાવતા સંચાલક દ્વારા લાભાર્થીઓ પાસેથી અનાજ લેવા આવતા રેશનકાર્ડ લોકો પાસેથી ફિંગર પ્રિન્ટ નો ચાર્જ રૂપિયા 10 લેવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ થતાં ફતેપુરા મામલતદાર પી એન પરમાર તેમજ નાયબ મામલતદાર પુરવઠા એસ એમ ચૌધરી ઘુધસ ગામે જઇ રેશનકાર્ડ નો રૂબરૂ જવાબ લેવામાં આવતા હોવાની ખરાઈ થતા તેમજ દુકાન બીજી ખામી જણાતા જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરતા જિલ્લા પુરવઠા અધિકારી આર બી ગામેતી સરકાર માન્ય આ દુકાનના સંચાલક ઓમ પ્રકાશ લાલચંદ અગ્રવાલ પરવાનો ત્રણ માસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવતાં ફતેપુરા તાલુકામાં ચકચાર મચી જવા પામેલ છે.

Share This Article