ફતેપુરા આરોગ્ય ટીમ દ્વારા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી કર્મચારીઓને આયુર્વેદિક ઉકાળો અને આયુર્વેદિક ગોળીઓનો નું વિતરણ કરવામાં આવ્યું
ફતેપુરા તા.28
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલી મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી મા ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને તેમજ અને અન્ય સરકારી કામકાજ અર્થે આવેલ અરજદારોની ફતેપુર આરોગ્ય ટીમના કર્મચારી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળો અને આયુર્વેદિક ગોળીઓનું વિતરણ કરવામાં આવેલ હતું જેથી કોરોના સંક્રમણ સામેની લડતમાં ઈમ્યુનિટી પાવર માં વધારો થાય અને દેશ અને દુનિયામાંથી કોરોના જેવી મહામારીને જલ્દી જલ્દી નાબૂદ કરવામાં આવે છે.