ગુજરાતમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, શિક્ષણ સહિત વિવિધ મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિએ આપ્યું આવેદન

Editor Dahod Live
2 Min Read

દાહોદ તા.૧૫

ગુજરાતમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી, શિક્ષણ તેમજ ચોમાસામાં અતિભારે વરસાદના કારણે પાકને થયેલ નુકસાનના કારણે વળતર જેવા મુદ્દાઓને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી કાઢી આવેદન આપ્યું..

ગુજરાત રાજ્યમાં વિવિધ ક્ષેત્રે ચાલતા ભ્રષ્ટાચાર, બેરોજગારી,શિક્ષણના આક્ષેપો તેમજ દાહોદ જિલ્લામાં હાલ ચોમાસામાં અતિભારે વરસાદના પગલે ખેડુતોના પાકને નુકસાન થયાનું જણાવી ખેડુતોને સહાય ચુકવવા તેમજ મદદ કરવા સાથે આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા શહેરમાં રેલીનું આયોજન કરી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી રાજ્યપાલને સંબોધતુ એક આવેદનપત્ર દાહોદ પ્રાંત અધિકારીને સુપરત કર્યાનું જાણવા મળેલ છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયગાળાના ભાજપના શાસનમાં વહીવટીતંત્રની સરિયાત નિષ્ફળતાની સાથે યુવાનોના શિક્ષણ અને રોજગાર પરત્વે ગુન્હાહીત ઉપેક્ષા જાવા મળી રહી છે. રાજ્યના યુવાનોને રોજગાર મળી રહે તે માટે સરકાર દ્વારા નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. મધ્યપ્રદેશની તત્કાલીન સરકારના વ્યાપમ કૌબાંડ સાથે સ્પર્ધામાં ઉતરી વ્યાપક કૌભાંડ આચરી રહી છે. તલાટીઓની ખાલી પડેલ જગ્યાઓમાં પણ કૌભાંડ શરૂ થયેલ છે. શિક્ષણના વેપારીકરણ, ખાનગીકરણની નિતીને કારણે વિદ્યાર્થીઓ,વાલીઓ તેમજ પ્રજા ત્રસ્ત બની છે. ફિક્સ પગારદાર, કોન્ટ્રાક્ટર પ્રથા, આઉટ સોસીંગમાં કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યુ છે. બિન સચિવાલય સેવા કારકુન, સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની ભરતી રદ કરવાની જાહેરાત દ્વારા લાખ્ખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે તેમજ હાલ દાહોદ જિલ્લામાં ચોમાસામાં અતિભારે વરસાદના કારણે ખેડુતોના પાકને ભારે નુકસાન થવા પામ્યુ છે. પાક નિષ્ફળ નિવડેલ છે તેમજ પશુધન માટે ઘાસચારો પણ ગળીને બગડી ગયેલ છે જેથી તાત્કાલિક આ બાબતે સર્વે કરીને જે નુકસાન થવા પામેલ છે તેની સામે સહાય ચુકવાય, ખેડુતોને પાક વીમો મળે, નીયત અનુસાર મળતી આર્થીક સહાય મળે, તેમને જીવન નિર્વાહ માટે રોજગારીની સગવડ ઉભી થાય અને પશુધન માટે ઘાસચારાની વ્યવસ્થા ગોઠવાય તેવી રજુઆતો સાથે આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા શહેરમાં હાથમાં બેનરો લઈ રેલી કાઢી સુત્રોચાર કરવામાં આવ્યા હતા અને દાહોદ પ્રાંત કચેરીએ પહોંચી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article