દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં રોકાયેલા યુ.પી.ના અનેક શ્રમિકોને માદરે વતન મોકલતું વહીવટી તંત્ર.
મઝહર અલી મકરાણી @ દે. બારીયા
~ નગરમાં યુ.પી. ના શ્રમિકો લોક ડાઉન માં ફસાયાતા.
~ ૭૫ જેટલા યુ.પી શ્રમિકો ને વહીવટી તંત્ર એ વતન જવાની વ્યવસ્થા કરી.
~આરોગ્ય તપાસ (મેડિકલ ચેકઅપ) કરી રવાના કરાવ્યા.
. દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં યુ.પી.ના અનેક શ્રમિકો તેમજ કારીગરો લોકડાઉનમાં ફસાયા હતા. જેમને માદરે વતન જવા માટે તંત્રએ વ્યવસ્થા કરતા આરોગ્ય તપાસ (મેડિકલ ચેકઅપ) કરાવી રવાના કરાતા શ્રમિકોમાં ખુશીની લાગણી છવાઈ.
લોકડાઉનના કારણે દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ નગરમાં અન્ય રાજ્યોમાંથી આવેલા મજૂરીકામ તેમજ કારીગરો પણ આ લોકડાઉનમાં ફસાયા ગયા હતા. જેમાં યુ.પી રાજ્યમાંથી રસની દુકાન ચલાવતા પી.ઓ.પી.ના કારીગરો તેમજ ફ્રેમિગ કલરના કારીગરો પણ આ લોકડાઉનમાં ફસાઈ ગયા હતા. ત્યારે સરકારના પ્રયાસો થી રાજ્ય સરકારની પરસ્પર સમજૂતી થી રાજ્ય બહારના શ્રમિકોને માદરે વતન જવા માટે ઓનલાઈન તેમજ સ્થાનિક મામલતદાર ઓફિસ ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જેમાં નગરમાં હાલ ૭૫ જેટલા આ યુ.પી.ના શ્રમિકોને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેઓને યુ.પી પરત મોકલી આપવાની મંજૂરીઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જેમાં આજરોજ તા.૯ મેં ના રોજ બસ સ્ટેન્ડમાં તેઓની એક યાદી બનાવી તમામની આરોગ્ય તપાસ (મેડિકલ ચેકઅપ) કરાવ્યા બાદ એસ.ટી બસમાં દાહોદ મોકલી આપ્યા હતા. ત્યાંથી તેઓને રેલ્વે દ્વારા તેમને યુ.પી મોકલી આપ્યા હતા. ત્યારે આ શ્રમિકોને સેનેટાઈઝર, માસ્ક, પાણીની બોટલ સહિત ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. ત્યારે આ શ્રમિકોને માદરે વતન જવાની સગવડ થતાં તેમના ચહેરા ઉપર જાણે ખુશીની લહેર છવાઈ હોઈ તેમ દેખાઈ રહ્યું હતું. આમ નગરમાં લોકડાઉનમાં ફસાયેલા ૭૫ જેટલા યુ.પી ના લોકોને વતન મોકલ્યા.