વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યવ્યાપી TDO ની બદલીઓના દોરમાં ધાનપુરના TDO બદલાતા વિદાય સમારંભ યોજાયો…

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ ચૌહાણ :- ધાનપુર

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યવ્યાપી TDO ની બદલીઓના દોરમાં ધાનપુરના TDO બદલાતા વિદાય સમારંભ યોજાયો…

ધાનપુર તા.29

ધાનપુર તાલુકા પંચાયતમાં બદલી વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અને જે.પી.રાઠવાએ દોઢ વર્ષ તાલુકા પંચાયતમાં ફરજ બજાવી હતી. જેમાં વિકાસના કામો બહુ કર્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત ધાનપુર તાલુકાના પ્રમુખશ્રી શ્રી કાન્તાબેન બામણીયા ચાદી કડુ પહેરાવી સ્વાગત કર્યું હતું.અને તાલુકા પંચાયત મનરેગાના કર્મચારી . A.P. ભાવેશભાઈ પટેલિયા બંને હાથે ચાંદીના કડા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તાલુકા પંચાયતના તલાટી ક્રમ મંત્રી મંડળ હાજર રહ્યા હતા અને તાલુકા પંચાયતના સભ્ય શ્રી હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના સરપંચો હાજર રહ્યા હતા.જે.પી.રાઠવા આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article