ધાનપુર તાલુકાના ઉડાર ગામે પોલીસે છાપો મારી ગૌવંશની હત્યા કરનાર પાંચ વ્યક્તિઓને ઝડપી જેલ ભેગા કર્યા..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ

ધાનપુર તાલુકાના ઉડાર ગામે પોલીસે છાપો મારી ગૌવંશની હત્યા કરનાર પાંચ વ્યક્તિઓને ઝડપી જેલ ભેગા કર્યા..

ધાનપુર તા.29

ધાનપુર તાલુકાના ઉંડાર ગામે ડુંગરોની વચ્ચે ખુલ્લા કોતરમાં ગૌવંશની હત્યાં કરી સગેવગે કરતા હોવાની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડી 7 હજાર ઉપરાંતના ગૌમાસ સાથે 5 વ્યક્તિઓને ઝડપી પાડ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 27/01/2022 ના રોજ બપોરના સુમારે ધાનપુર તાલુકાના ઉંડાર ગામના મિનામાં ફળિયાના રહેવાસી (1)દીપા ભાઈ તેરુ ભાઈ મિનામાં (2)શરતનભાઈ પરથીભાઈ વાખલા (3) કાલીયા ભાઈ સુનિયાભાઈ મિનામાં તેમજ ધનાર પાટિયાના રહેવાસી (4) દીતીયાભાઈ ગણાવા તેમજ અન્ય એક ઈસમ સહીત પાંચેય ઈસમો ભેગા મળી ડુંગર વિસ્તારના ખુલ્લા કોતરમાં ગૌવંશની હત્યાં કરી ગૌમાસ સગેવગે કરવાની વેતરણમાં હતા. તે સમયે ધાનપુર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઉપરોક્ત પાંચેય ઈસમોને સાડા સાત હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા હતા.તેમજ પકડાયેલા મુદ્દામાલ ગોવશ છે કે કેમ? તેની ચકાસણી માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

 ઉપરોક્ત બનાવ સંદર્ભે ગુજરાત પશુ સરક્ષણ સુધારા અધિનિયમ 2011 તેમજ ધી પ્રાણી ક્રૂરતાં અધિનિયમ 1960 ની કલમ મુજબ પાંચેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે

Share This Article