સુમિત વણઝારા
દેવગઢ બારીયાના મેઘા મુવાડી ગામે ખેતરમાંથી 1.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના મેઘામુવાડી ગામેથી પોલીસે એક ખેતરમાંથી કુલ રૂા. ૧,૧૨,૯૯૨નો પ્રોહી જથ્થો ઝડપી પાડ્યાંનું જ્યારે પોલીસને જાેઈ ખેતરના માલિકો નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૦૩મી ઓગષ્ટના રોજ દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે મેઘામુવાડી ગામે ભગત ફળિયામાં આવેલ એક ખેતરમાં ઓચિંતી પ્રોહી રેડ પાડતાં ખેતરમાં હાજર અને ગામમાં રહેતાં નાનદજીભાઈ ધિરાભાઈ પટેલ અને જશવંતભાઈ બલસીંગભાઈ પટેલનાઓ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ખેતરની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૧૦૫૬ કિંમત રૂા. ૧,૧૨,૯૯૨ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.