સૌરભ ગેલોત , દાહોદ
દેવગઢ બારીયા તાલુકાના ઉધાવળા ગામે જાહેરમાં ધમધમતા જુગારધામ પર એલ.સી.બીના દરોડા થી નાસભાગ:14 જુગારીયાઓ 2.92 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા:અન્ય 14 ફરાર..
પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ જુગાર રમવાની સાધન સામગ્રી જપ્ત કરી..
દાહોદ તા.૦૫
દાહોદ જીલ્લાના દે.બારીયા તાલુકાના ઉધાવળા ગામે જાહેરમાં ગંજી પાના પત્તા વડે રમાતા જુગારધામ પર દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ઓચિંતી રેડ પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમા પોલીસે ર૮ પૈકી ૧૪ જેટલા જુગારીઓને ઝડપીપાડી તેઓની અંગઝડતીમાંથી અને દાવ પરથી કુલ રૂપિયા ર૯ર૪૦૦ રોકડ રકમ તેમજ ૧૧ મોબાઈલ ફોન અને ચાર વાહનો વિગેરે મળી કુલ રૂપિયા ૪૯૧૪૦૦નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યાનું જાણવા મળેલ છે.
આજરોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દે.બારીયા તાલુકાના ઉધાવળા ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં રમાતા ગંજીપાના પત્તાના જુગારધામ પર ઓચિંતી રેડ પાડતા જુગારીયાઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાવા પામ્યાહતા. જેમાંથી પોલીસે યાકુબભાઈ મજીદભાઈ ઘાંચી ,દેવચંદભાઈ કેશાભાઈ નાયક, અનીલભાઈ હસમુલાલ જયસ્વાલ, જગદીશકુમાર નાથાલાલ દરજી, સરફરાજ મીયા જહીરમીયા મલેક, સોહીલભાઈ સીરાજભાઈ મન્સુરી, અહેમદભાઈ રસુલભાઈ મલેક, પ્રવીણભાઈ લાલજીભાઈ પરમાર, ઈસ્માઈલ રસુલભાઈ ભીકા(ઘાચી), અનીલભાઈ સેથાભાઈ વણઝારા, ભરતભાઈ ગણેશભાઈ સરગરા, મહેબુબ ઈસ્માઈલ બહામ, સતારામ થાવરદાસ જામનાણી, સત્તાર અબ્દુલા સુકલાનાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે ફરાર શાહીદખાન સીકંદર ખાન પઠાણ , જાવેદ અબ્દુલ લતીફ ચોૈહાણ, હસન પીતળ, સીરાજ અબ્દુલા પીંજારા, નરેશ ઉર્ફે ભયલુ લુહાણા, જીતેન્દ્ર ઈન્દ્રવદન શાહ, શોએબ સત્તાર રામવાલા, ફારૂક નાના બકસાવાલા, મજીદ અબ્દુલભાઈ સુકલા, જાવેદ, મહોમ્મદ સીરાજ મન્સુરી, ઈમરાન પઠાણ કસબાવાળા, સલીમભાઈ રસુલભાઈ બકસાવાળા અને સીરાજ ભાઈ યુસુફભાઈ મન્સુરી પોલીસને જાેઈ નાસી જવામાં સફળ થયા હતા. પોલીસે ઝડપાયેલ આરોપીઓની અંગઝડતી અને દાવપરથી રોકડા રૂપિયા ર૯ર૪૦૦ તેમજ ૧૧ નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ર૪ હજાર તેમજ મોટર સાયકલ અને મોપેડ મળી કુલ ચાર વાહન કિંમત રૂપિયા ૧,૭પ૦૦૦ વિગેરે મળી પોલીસે કુલ રૂપિયા ૪૯૧૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ૧૪ જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.
આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે તમામ જુગારીઓ વિરૂધ્ધ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.