સૌરભ ગેલોત
દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામેં આઠ વર્ષ અગાઉ પત્ની ભગાડી ગયાના મામલે પૂછતા બે ભાઈઓ ભેગા મળી એક ને ફટકાર્યો…
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના લવારીયા ગામે આઠ વર્ષ અગાઉ એકની પત્નિને ભગાડી લઈ ગયાં બાદ આ મામલે તેને પુછતાં બે ભાઈઓએ ભેગા મળી એકને લાપટો ઝાપટો મારી તેમજ ઝપાઝપા કરી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દેવગઢ બારીઆ તાલુકાના લવારીયા ગામે વાસ ફળિયામાં રહેતાં અરવિંદભાઈ તેરસીંગભાઈ બારીઆની પત્નિને આઠ વર્ષ અગાઉ તેમના ગામમાં રહેતો લાલભાઈ જેઠાભાઈ બારીઆ ભગાડી લઈ ગયો હતો અને પત્નિ તરીકે રાખતો હતો ત્યારે ગત તા.૨૪મી મેના રોજ અરવિંદભાઈને લાલભાઈ રસ્તામાં મળતાં આ મામલે કહેલ કે, તું મારી પત્નિને ભગાડી લઈ ગયો છે અને હાલમાં મારી પત્નિ ક્યાં છે., તેમ કહેતાં લાલભાઈએ એકદમ ઉશ્કેરાઈ જઈ કહેલ કે, તારી પત્નિ મારી પાસે છે અને હું તેને આઠ વર્ષથી રાખુ છું, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ લાલભાઈ અને તેમની સાથે તેમનો ભાઈ કાળુભાઈ જેઠાભાઈ બારીયાએ બંન્નેએ ભેગા મળી અરવિંદભાઈ સાથે ઝપાઝપી કરી, અરવિંદભાઈને લાપટો ઝાપટો મારી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે,હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત અરવિંદભાઈ તેરસીંગભાઈ બારીઆએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.