સુમિત વણઝારા
દે.બારિયા તાલુકાના કેલકુવા ગામે પુત્રએ નજીવી બાબતે પિતાને મોતને ઘાટ ઉતાર્યો…
.. બે લગ્ન કરાવ્યા પછી પણ કામ ધંધો ન કરવા બાબતે પિતાનો ઠપકો
.. પિતાએ ઠપકો આપતા મારા કરાવેલા હેન્ડ પંપ ઉપરથી પાણી કેમ ભરો છો તેમ કહી પુત્ર હેન્ડ પંપ ખોલવા જતાં
.. પિતાએ હેડપંપ નહીં ખોલવા દેવા માટે પુત્રને રોકતા પુત્રે પિતાને મારકૂટ કરી ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો
.. અન્ય પુત્ર એ જ પોતાના ભાઇ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો
દાહોદ તા.18
દેવગઢ બારિયા તાલુકાના કેળકુવા ગામે પિતાએ પુત્રને કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતા પુત્રે પોતાના ખર્ચે કરાવેલ હેડ પંપ ઉપરથી પાણી નહીં ભરવાનું તેમ કહી હેન્ડ પંપ ખોલવા જતાં પિતાએ હેન્ડ પંપ ના ખોલવા દેવા બાબતે પુત્રને રોકતા કૂતરાએ ગળુ દબાવી પિતાને મોતને ઘાટ ઉતાર્યો
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથક વિસ્તારના કેળકુવા ગામે હોળી ફળિયા મા રહેતાં રાઠવા નાનીયા ભાઇ રડતિયાભાઇ ઉ ૬૫ જે ગત તા ૧૭ ના રોજ સાંજના સાડા છ વાગ્યા ના અરસામાં ઘરે હતો તે વખતે તેનો પુત્ર શૈલેષ રાઠવા ગામ માથી આવેલો અને આ નાનિયા રાઠવાએ તેના પુત્ર શૈલેષ ને કહેલ કે તારા બબ્બે વાર લગ્ન કરાવેલા અને બંને જગ્યા એ થી છુટાછેડા થયેલ અને હજુ સુધી કોઈ કામ ધંધો કરતો નથી તેમ કહેતા
શૈલેષ રોષે ભરાયેલ અને તેનાં પિતાને ગાળો બોલવા લાગેલ અને તે પછી કહેવા લાગેલ કે તમે મારા હેન્ડ પંપ ઉપરથી પાણી કેમ ભરો છો તેમ કહી તેને હેન્ડ પંપ ખોલવા લાગતા બને પિતા પુત્ર વચ્ચે બોલા ચાલી થતા તે વખતે રાઠવા નાનીયાં ભાઈ નો અન્ય પુત્ર મણીલાલ તેમજ તેની પત્નિ રમતી બેન તેની પુત્રી મનકી બેન પણ ઘરે હાજર હતા તે વખતે આ પિતા પુત્ર વચ્ચે હેન્ડ પંપ ખોલવા બાબતે વધુ બોલાચાલી થતાં અને આ નાનાભાઈ રાખવા એ તેના પુત્ર શૈલેષને હેન્ડ પંપ ખોલવા ને લઇ રોકવા જતાં શૈલેષ તેના પિતા નાનીયા રાઠવા ને પકડી માર મારવા લાગેલ તે વખતે ઘરે હાજર તેનો અન્ય પુત્ર તેમજ પુત્રી અને પત્ની એમ બધા જ આ પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડી બંનેને છોડાવવા લાગેલ ત્યારે શૈલેષે તેના પિતા નાનીયા રાઠવા ને કહેલ કે આજે તો હુ તને નહી છોડુ તેમ કહી ગળાના ભાગે પકડી લઈ તેનું ગળું દબાવી દીધું હતું અને તે પછી પિતા નાનીયા ભાઈ જમીન ઉપર બે ભાન અવસ્થામાં પડી જતાં શૈલેષ તેના ભાઈ તેમજ તેની માતાને પણ મારવા દોડેલ ત્યારે નાનીયા ભાઈ રાઠવાની પુત્રી તેમજ તેની પત્નિ એ ઉઠાવવાનો પ્રયત્ન કરતા તે કઈ પણ બોલે લ નહીં અને તે વખતે નાના ભાઇના અન્ય પુત્ર મણીલાલ એ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવેલ અને શૈલેષ તે વખતે ત્યાંથી ભાગી ગયેલ ત્યારે આ નાનીયા રાઠવા ને જોતા તે મરણ ગયેલ હોવાનું જણાઇ આવેલ જેથી તેનાં પુત્ર મણીલાલે તેનો અન્ય ભાઈ ગોપાલ જે હાલોલ રહેતો હોય જેને આ બનાવની જાણ કરતા તે ઘરે દોડી આવેલ અને બંને ભાઈઓ તેમજ અન્ય ગ્રામજનો સાગટાળા પોલીસ મથકે આવી મણીલાલ નાનીયા રાઠવા એ તેના પિતાની હત્યા કરનાર તેના ભાઈ શૈલેષ રાઠવા વિરોધ ફરિયાદ આપતા પોલીસે શૈલેષ રાઠવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસે નાનીયા રાઠવાની લાશને પીએમ અર્થે દેવગઢ બારીઆ સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હત્યારો શૈલેષ રાઠવા ગામ છોડીને નાસી જાય તે પહેલાં જ પોલીસે તેને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે