દેવગઢ બારીયાના પીપલોદ -સીંગવડ વચ્ચે કેસરપુર ગામે એક રેતીના ડમ્પરની અડફેટે કિશોરનું મોત, પરિવારજનોના માથે આભ ફાટ્યો 

Editor Dahod Live
2 Min Read

દેવગઢ બારીયાના પીપલોદ -સીંગવડ વચ્ચે કેસરપુર ગામે એક રેતીના ડમ્પરની અડફેટે કિશોરનું મોત, પરિવારજનોના માથે આભ ફાટ્યો 

કલ્પેશ શાહ:સીંગવડ

પીપલોદ તા.05

દેવગઢ બારીયાના પીપલોદ -સીંગવડ વચ્ચે કેસરપુર ગામે એક રેતીના ડમ્પરના ડાયવર દ્વારા બાળકને ડમ્પર ચડાવી દેતા સ્થળ પર મૃત્યુ થયું હતું. જેના પગલે પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.

સિંગવડ તાલુકાના કેસરપુર ચોકડી પાસે એક રેતીના ડમ્પર ચાલક સ્પીડમાં આવતા તે ડમ્પર પરનો સ્ટેરીંગ ગુમાવી દેતા રસ્તે ચાલતા બાળકને એકસીડન્ટ કરતાં રેતીના ડમ્પર ના આગળના તથા પાછળના ટાયરો ચડી જતા બાળક લવાર દિવ્યાંશ કુમાર ચંદ્રસિંહ ગામ ઝરોલા નું ઘટના સ્થળે પરંતુ મૃત્યુ થયું હતું જ્યારે રેતીના ડમ્પર GJ. 23 W. 5099 ના ચાલક રેતીનું ડમ્પર છોડી નાસી છૂટ્યો હતો જ્યારે એકસીડન્ટ થતાની સાથે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા ને તાત્કાલિક રણધીપુર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી જ્યારે રણધીપુર પોલીસ સ્ટેશન ના જમાદાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેતીના ભરેલા ડમ્પરને રણધીપુર પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો હતો અને જે એકસીડન્ટમાં મૃત્યુ પામેલા બાળકને સિંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જ્યારે આ પીપલોદ થી સિંગવડ નો ડામર રસ્તો નવો બન્યા પછી અવારનવાર આ રસ્તા ઉપર ઘણા એક્સિડન્ટો થતા રહે છે જેના લીધે કેસરપુર ચોકડી પર બમ્પ મૂકવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે (. જ્યારે આ ચોકડી પર સર્કલ બનાવવા માટે સ્વાગત કાર્યક્રમમાં પણ એક અરજી કરવામાં આવી હતી પરંતુ તે અરજીને ધ્યાનમાં લઈ લેવામાં આવી નથી જેના લીધે આ અકસ્માત નો વણઝાર ચાલુ રહ્યો છે માટે જે સ્વાગત કાર્યક્રમ અરજી આપવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈને કેસરપુર ચોકડી પર સર્કલ બનાવવામાં આવે અથવા તો બમ્પ મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

Share This Article