Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ પોલીસનો માનવતાભર્યો અભિગમ:જીવણ-મરણ વચ્ચે ઝોલાં ખાતા 34 વર્ષીય યુવાનને ગ્રીન કોરીડોરના ક્વચ વચ્ચે વડોદરા મોકલાયો…

દાહોદ પોલીસનો માનવતાભર્યો અભિગમ:જીવણ-મરણ વચ્ચે ઝોલાં ખાતા 34 વર્ષીય યુવાનને ગ્રીન કોરીડોરના ક્વચ વચ્ચે વડોદરા મોકલાયો…
 રાજેન્દ્ર શર્મા :-  દાહોદ લાઈવ ડેસ્ક   
  •  દાહોદ પોલીસનો માનવતાભર્યો અભિગમ:જીવણ-મરણ વચ્ચે ઝોલાં ખાતા 34 વર્ષીય યુવાનને ગ્રીન કોરીડોરના ક્વચ વચ્ચે વડોદરા મોકલાયો દાહોદ
  • ઝાલોદના 34 વર્ષીય કોરોના ગ્રસ્ત નવયુવકનો જીવ બચાવવાં દાહોદ પોલિસે વડોદરા સુધી ગ્રીન કોરીડોર પુરૂ પાડ્યું
  • જિલ્લા પોલીસવડાના માર્ગદર્શનમાં, ઝાલોદ, લીમખેડા, તેમજ દાહોદ ડીવાયએસપીએ કોરડીનેશન જાળવી કરી સરાહનીય કામગીરી

દાહોદ તા.01

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના હોસ્પિટલ મા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલા ૩૪ વર્ષના કોરોના સંક્રમિત યુવાનની મદદે આવેલી દાહોદ પોલીસે માનવતા ભર્યુ અભિગમ અપનાવી પરિવારજનોની માંગણીને ધ્યાને લઇ દાહોદ-

ઝાલોદ તેમજ લીમખેડા ડીવાયએસપીએ જિલ્લા પોલીસ વડાની માર્ગદર્શનમાં યુવકને યુવકને તાબડતોડ ગ્રીન કોરિડોર નું કવચ પૂરું પાડી વડોદરા ખાતે મોકલી આપી સરાહનીય કાર્ય કર્યું હોવાનું જાણવા મળે છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના 34 વર્ષીય પરેશ ડાંગી નામક નવયુવાન કોરોના સંક્રમિત થતા તેને ઝાલોદ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ઓક્સિજન લેવલ 65 પર જતા તેની હાલત કફોડી બનતા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો. ત્યારે ત્યાં ડોક્ટરો તેમજ પરિવારજનોએ આ યુવકનો જીવ બચાવવાં માટે તાબડતોડ વડોદરા લઈ જવાની ફરજ પડી હતી. પરંતુ વડોદરા સુધીના માર્ગમાં ટ્રાફિક તેમજ અન્ય મુશ્કેલીઓને ધ્યાને રાખી યુવકના પરિવારજનોએ ચાલો ડીવાયએસપી ભાવેશ જાદવ પાસે વડોદરા સુધી ગ્રીન કોરીડોરની મદદ માંગતા તેઓએ આ મામલે દાહોદ ડીવાયએસપી એચ.એલ. બેંકરનો સંપર્ક કરતા ડીવાયએસપી બેંકરે જિલ્લા પોલીસવડા હિતેશ જોયસર પાસે તાંત્રિક મંજૂરી માંગતા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં યુવકને વડોદરા સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર ની મંજૂરી મળી હતી. ત્યારબાદ ચાલો ડીવાયએસપી ભાવેશ જાદવ, દાહોદ ડીવાયએસપી એચ. એલ. બેંકર, તેમજ લીમખેડા ડીવાયએસપી ડો. કાનન દેસાઈ વચ્ચે કોરડીનેશન કરી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં ૩૪ વર્ષના યુવાનને બચાવવા માટે ગ્રીન કોરિડોરનો કવચ પુરો પાડવામાં આવ્યો હતો. જેમાં ઝાલોદ પોલિસે લીમડી, લીમડી પોલિસે ગોધરા પંચમહાલ, પંચમહાલ પોલિસે હાલોલ, હાલોલ પોલિસે જરોદ, જરોદ પોલિસે વડોદરા ગ્રામ્ય તેમજ વડોદરા ગ્રામ્ય પોલીસે હોસ્પિટલ સુધી જ્યાં જરૂર જણાય ત્યાં એસ્કોર્ટ આપી ગણતરીની મિનિટોમાં કોરિડોરના કવચ વચ્ચે વડોદરા હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો. ત્યારે નવયુવાનને બચાવવા તેમજ માનવતા ભર્યો અભિગમ પૂરું પાડવા વ્હારે આવેલી દાહોદ પોલીસની સરાહનીય કામગીરી સૌ કોઈએ બિરદાવી હતી

ઝાલોદના 34 વર્ષીય યુવકના જીવ બચાવવાં કાજે રસ્તામાં કોઈ ટ્રાફિક ન નડે અને સમયસર હોસ્પિટલ પહોંચે તે માટે ગ્રીન કોરિડોર નો ક્વચ પુરૂ પાડ્યું :- જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

વડોદરા ૩૪ વર્ષીય પેશન્ટને અરજન્ટલી રિફર કરવામાં આવ્યા છે,વડોદરા વચ્ચે ક્યાં પણ ટ્રાફિક તેઓને નડે અને સમયસર દર્દી પહોંચી જાય તેના માટે નજીકના જે જિલ્લાઓ છે પંચમહાલ, મહીસાગર, વડોદરા ગ્રામીણ સહિતના જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ અને તમામ પોલીસ સ્ટેશનોને તમામ જગ્યાએ ક્યાંય પણ ટ્રાફિક ન મળે અને પોલીસ પાયલોટની જરૂર પડશે તે પણ આપવામાં આવશે.

 

 

error: Content is protected !!