ધાનપુરના ખલતાગરબડી ગામે ત્રણ ઈસમોએ અંગત અદાવતે એક વ્યક્તિના મકાનને આગ લગાડી: પોલીસ ફરિયાદ નોંધાઇ..

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ધાનપુરના ખલતાગરબડી ગામે ત્રણ ઈસમોએ અંગત અદાવતે એક વ્યક્તિના મકાનને આગ લગાડી: પોલીસ ફરિયાદ નોંધાઇ

દાહોદ તા.૦૧

 ધાનપુર તાલુકાના ખલતાગરબડી ગામે ત્રણ જેટલા ઈસમોએ પોતાની અંગત ઝઘડાની અદાવત રાખી ગામમાં રહેતા એક વ્યક્તિને ત્યાં આવી નળીયાવાળુ ઘર સળગાવી દઈ નુંકસાન કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ખલતાગરબડી ગામે ઢાંચા ફળિયામાં રહેતાં ભારતભાઈ સીમળીયાભાઈ ડાંગી, કાળુભાઈ સીમળીયાભાઈ ડાંગી અને વિપુલભાઈ ભારતભાઈ ડાંગીએ મહુડાની ડોળો વીણવાની અદાવત રાખી ગામમાં રહેતાં રાકેશભાઈ કુંવરસિંહ ભુરીયાના નળીયાવાળું ઘર સળગાવી દઈ નુકસાન પહોંચાડ્યું હતું અને રાકેશભાઈએ બુમાબુમ કરી મુકતાં ઉપરોક્ત ત્રણેય જણા નાસી ગયાં હતાં.

 આ સંબંધે રાકેશભાઈ કુંવરસિંહ ભુરીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

—————————————————–

Share This Article