રાજેશ વસાવે, દાહોદ
દાહોદ જિલ્લામાં ફરજ અને માનવતાની વધું એક મહેકનુ ઉદાહરણ આપતી 1962 ની સેવા
મુખ્યમંત્રી સરકારશ્રીની યોજના અંતર્ગત દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની યોજના ચાલે છે જેમાં દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાનાં રામપુરા દેવી ગામ મા સરકાર શ્રી દ્વારા એક એમ્બ્યુલન્સ મુકાયેલી છે એમાં નજીકના દસ ગામ આવરી લેવામાં આવેલ છે જેમાં આજ રોજ તા:- ૨૬.૦૭.૨૦૨૨ ના રોજ આકંલી ગામ ના મોટા ફળીયાના એક પશુપાલક (જશવત ભાઈ કોકઙા ભાઈ બારીયા )ની ભેંશ છેલ્લા પાંચ દિવસ થી વિયાવણ મા તકલીફ હતી અને ૧૯૬૨ પર જાણ કરતાં જ ઇમરજન્સીમાં એમબુઈલનસ સ્થળ પર પહોંચી અને પશુચિકિત્સક્યા અધિકારી (ઙાકટર હરીશ બારીયા) દ્વારા તપાસ કરતા જાણવામાંે આવ્યુ કે બચ્ચુ ૪ દિવસ પહેલા જ મરણ થયી ગયો હતો .ત્યાર પછી નજીક ની બીજી એમબુઈલનસ ને પણ બોલાવી ને ઓપરેશન ની તૈયારી કરી ઙાકટર (ધ્રુવ રાજગોર) અને ઙાકટર (હરીશ બારીયા) અને ટીમ દ્વારા ફુલી ગયેલા બચ્ચા ને ૪ કલાક ની મહેનત કરી બહાર કાઢી ને સફળતા મળી. આ ઓપરેશન દરમ્યાન પશુપાલક એટલાં ભાવુક થયી ગયા કે ચાર કલાક સુધી ભેંશ ના માથાં જોઙે બેસી ને એક પણ વાર ઉભા થયાં વગર ભેંશ જોઙે નો લગાવ ને જીવતો રાખ્યો ૧૯૬૨ ની ટીમે.
જાંગીદ અશો યોજના ના સંકલનકર્તા 1962 કરુણા એમ્બ્યુલન્સ દાહોદ
