દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની ગૌરીવ્રતની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

 

દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની ગૌરીવ્રતની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ.

 

ભારતીય સંસ્કૃતિ એટલે વ્રત,તપ અને તહેવારોથી ભરેલી સંસ્કૃતિ. આજે પણ પૌરાણિક વ્રત અને ઉત્સવો એ જ ઊંડી શ્રદ્ધા અને ભક્તિથી ઉજવાય છે.ભારતીય સંસ્કૃતિમાં બાલિકાઓ અને કન્યાઓ માટે જ વિશેષરૂપે યોજાતો “ગૌરી વ્રત ” ઉત્સવને જીવંત અને ધબકતો રાખવાના ઉમદા હેતુસર પુંસરી પ્રાથમિક શાળા તા/જિ:દાહોદ દ્વારા ગૌરી વ્ર્રત મહોત્સવની શરૂઆત ધોરણ : ૬થી૮ ની વિદ્યાર્થીનીઓની મહેંદી સ્પર્ધા, કેશ-ગુંથન સ્પર્ધા, થઇ જેમાં કુલ 45 જેટલી વિદ્યાર્થીનીઓ એ ભાગ લઈ વાતાવરણને જીવંત બનાવી દીધું હતું સાથોસાથ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી આનંદિત પ્રવૃતિ શાળા સ્ટાફ ના સહયોગ થી વિદ્યાર્થીઓ માટેના સાચા અર્થમાં ‘ભાર વગર નું ભણતર’ ના વિષય ને સાર્થક કરતાં આનંદ ની અનુભૂતિ થઈ હતી.

     11 મી જુલાઇ ના રોજ વિશ્વ વસ્તી દીન ની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓને વસ્તી ની ગીચતા,સાક્ષરતા,જન્મદર,મૃત્યુ દર, વસ્તી નિયમન, તથા વસ્તી ગણતરી અને વધુ વસ્તી થવાના કારણે થતી સમસ્યા વિશેની જાણકારી શાળા ના શિક્ષક શ્રી સુરેશભાઈ રમેશભાઈ માળી ના માર્ગદર્શનમાં રજૂઆત કરવામા આવી હતી.

Share This Article