રાજેશ વસાવે, દાહોદ
આંતરરાજ્ય બાઈક ચોરીના રેકેટનો પર્દાફાશ:મધ્યપ્રદેશ ગુજરાતમાં હાઈ સ્પીડ મોટર સાયકલ ચોરી કરનાર ગેંગના ત્રણ સાગરીતોને દાહોદ પોલીસે દબોચ્યા..
દાહોદ તા.૧૩
મધ્યપ્રદેશ રાજ્યનીહાઇ સ્પીડ મોટર સાયકલ ચોરી કરનાર ગેંગના ૦૩ સાગરીતોને પકડી આંતરરાજ્ય બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં દાહોદ શહેર પોલીસને સફળતાં પ્રાપ્ત થઈ છે જેમાં પોલીસે ચોરીની ૦૭ મોટરસાઈકલો કબજે કરી છે.
દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લામાં લૂટ , ધાડ , પરફોડ ચોરીના ગુનાઓના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપતાં દાહોદ શહેર પોલીસ દ્વારા દાહોદ પડાવમાં વાહન ચેકિંગમાં હતા તે સમયે એક મોટરસાઈકલ ઉપર બે ઈસમો ગરબાડા તરફથી આવતા તેમને રોકી તેઓની પુછપરછ કરતાં પોલીસને તેઓની ઉપર શંકા ગઈ હતી અને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં એકે પોતાનું નામ પ્રકાશભાઈ શંકરભાઈ જાતે.બામણીયા (ઉ.વ .૨૦ રહે. કરચટ નદી ફળીયા તા.કુક્ષી જી ઘાર, મધ્યપ્રદેશ) બીજાનું નામ રણસિહ મગનસિંહ જાતે અનારે (ઉં.વ .૨૦ રહે.દેવીપુરા ગદવાણી પો.સ્ટે ટાડા તા.કુક્ષી જી. ધાર, મધ્યપ્રદેશ) અને તથા તેની પાસેની બેસેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની પોલીસે અટકાયત કરી હતી અને તેઓએ આ મોટરસાઈકલ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઉપરોક્ત વ્યક્તિઓ પાસેથી ચોરીની ૦૭ મોટરસાઈકલો કબજે કરી હતી. પોલીસે આ બનાવમાં અન્ય ચોર ઈસમોના પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
