દાહોદ તાલુકાના ચૌસાલા ગામેથી 1.29 લાખના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ત્રણની અટકાયત

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ તાલુકાના ચૌસાલા ગામેથી 1.29 લાખના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ત્રણની અટકાયત.

 

દાહોદ તા.9

 

દાહોદ તાલુકાના ચોસાલા ગામેથી પોલીસે રૂપિયા 59,616/- ના વિદેશી દારૂના જથ્થા સાથે પણ જણાની અટક કર્યાનું જાણવા મળે છે જ્યારે ત્રણ પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પણ પોલીસે અટકાયત કરી છે પોલીસે બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,29,626/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 

ગત તારીખ ૮ જૂનના રોજ ચોસલા ગામે પોલીસે નાકાબંધી કરી આવતા જતા તમામ નાનામોટા વાહનોની તપાસ હાથ ધરી રહ્યા હતા તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે મોટર સાયકલો પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાની સાથે બંને મોટરસાયકલ અને ચારે તરફથી ઘેરી લઇ બે મોટરસાઈકલ પર સવાર કમલેશભાઈ ધિરજીભાઈ પલાસ (રહે. બોરવાની, ખાયા ફળિયું તા.જિ.દાહોદ), વિપિસિંહ ઉર્ફે વિપેશ રામસીંગભાઈ સંગાડા (કાલીગામ, ઈનામી ફળિયું, તા. ઝાલોદ, જી. દાહોદ) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરની અટકાયત કરી પોલીસે તેઓની પાસેથી વિદેશી દારૂનો કુલ રૂપિયા 59,616/- તેમજ બંને મોટર સાયકલ ની કિંમત મળી કુલ રૂપિયા 1,29,616/- મુદ્દામાલ કબજે કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત ત્રણે જણા વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article