દાહોદના સહકાર જવાના કાચા રસ્તા ઉપરથી ખુલ્લા ખેતરમાંથી બિનવારસી બાઈક મળી આવી

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદના સહકાર જવાના કાચા રસ્તા ઉપરથી ખુલ્લા ખેતરમાંથી બિનવારસી બાઈક મળી આવી

 

દાહોદના સહકાર નગર જવાના રસ્તે અને નેશનલ હાઇવે તરફ જવાના માર્ગ ઉપર ત્યાં આવેલા ખુલ્લા ખેતરમાં છેલ્લા બે ત્રણ દિવસથી એક હોન્ડા કંપનીની સાઈન બાઈક પડેલી હોવાની માહિતી દાહોદ શહેર પોલીસને મળી હતી તે અંતર્ગત આજે સવારે દાહોદ શહેર પોલીસ દ્રારા ત્યાં સ્થળ ઉપર પહોંચી ત્યાં લાવારિસ બિન વારસી પડેલી બાઈકને કબજે કરી પોલીસ મથક ખાતે લઈ જવાઈ હતી જેના ઉપર રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લાગેલી ના હોવાના કારણે પોલીસે બાઈકના શોરૂમ ઉપર તપાસ મેળવી જાણકારી મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી જોકે આ બાઇક કેમ અહીંયા મુકવામાં આવી હતી અને કોની છે તે બાબતની તપાસ પોલીસ દ્રારા હાથ ધરવામાં આવી હતી

Share This Article