રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના સરોડા ગામે છોકરી ભગાડી જવાના મામલે મારા હથિયારો સાથે ધસી આવેલા સાત જેટલા લોકોના ટોળાએ મકાનમાં તોડફોડ કરી ધીંગાણું મચાવ્યું: આઠ ઈસમો ઇજાગ્રસ્ત
દાહોદ તા.૨૪
દાહોદ તાલુકાના ખરોદા ગામે છોકરી ભગાડી લઈ જવાના મામલે સાત જેટલા ઈસમોના ટોળાએ પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી મહિલા સહિત સાતથી આઠ વ્યક્તિને હથિયારોથી માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ઘરમાં ઘુસી જઈ ઘરમાં તોડફોડ કરી તેમજ એક રીક્ષાની તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો અને આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ગત તા.૨૨મી મેના રોજ ખરોદા ગામે મોટી બારમ ફળિયામાં રહેતાં સુભાષભાઈ હિરાભાઈ નિનામા, પિનાભાઈ સુરસીંગભાઈ નિનામા, પિન્ટુભાઈ હાંજુભાઈ નિનામા, ગોવિંદભાઈ મેહજીભાઈ નિનામા, જવલાભાઈ દલસીંગભાઈ નિનામા, પ્રકાશભાઈ સોબાનભાઈ નિનામા અને સુનિલભાઈ હિરાભાઈ નિનામાનાઓએ એક સંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી પોતાના ગામમાં રહેતાં અલ્પનાબેન રીતેશભાઈ ડામોરના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમારી ભાણેજને તમારો કુંટુંબી લઈ ભાગી ગયેલ છે અને તમે સંતાડી રાખેલ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને અલ્પનાબેન, રાહુલભાઈ મહેશભાઈ ડામોર, મયુરભાઈ રમેશભાઈ ડામોર, મડીબેન ધનાભાઈ ડામોર, માનાબેન ગોરધનભાઈ ડામોર, વિનોદભાઈ ગોરધનભાઈ ડામોર, રિતેષભાઈ અને દિલીપભાઈ અભેસીંગભાઈ ડામોરને લાકડી હથિયારો વડે, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ઘરમાં ટોળુ ઘુસી જઈ ઘરમાં તોડફોડ કરી તેમજ રીક્ષાની પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત અલ્પનાબેન રીતેષભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
